રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ માટે ઓગસ્ટ 2020માં પોઝિટિવ પે સિસ્ટમની જાહેરાત કરવામાં આવી હતી. મોટાભાગની બેન્કો દ્વારા તેનો 1 સપ્ટેમ્બરથી અમલ કરવામાં આવશે. આ પે સિસ્ટમ હેઠળ બેન્કનાં દરેક ખાતેદારે જો રૃ. 50,000થી વધુ રકમનો ચેક ઈશ્યૂ કર્યો હશે તો તેની કેટલીક વિગતો બેન્કને આપવી પડશે. અન્યથા બેન્ક દ્વારા તમારો ચેક ક્લિયર કરવામાં આવશે નહીં.
પોઝિટિવ પે સિસ્ટમ હેઠળ ખાતેદારે ઈશ્યૂ કરેલા ચેકની કેટલીક વિગતો વેરિફાઈ કરવાની રહેશે જેથી તે ચેક તમે જ ઈશ્યૂ કર્યો છે તેવી ખાતરી મેળવી શકાય. જે વિગતો દર્શાવવી પડશે તેમાં ચેક ઈશ્યૂ કર્યાની તારીખ, 6 આંકડાનો ચેકનો નંબર, ચેકમાં લખેલી રકમ, જેના નામે ચેક ઈશ્યૂ કરવામાં આવ્યો હોય તે લાભાર્થીનું નામનો સમાવેશ થાય છે. આ તમામ વિગતો ક્યાં તો ઈન્ટરનેટ બેન્કિંગ પર કે મોબાઈલ બેન્કિંગ દ્વારા કે બેન્કની જે તે બ્રાન્ચમાં જઈને આપી શકાશે. કેટલીક બેન્કો ગ્રાહકોને જીસ્જી, કે ઈમેલ દ્વારા પણ આ માહિતી મોકલી આપવાની સુવિધા આપી રહી છે.
બેન્કે તેની ઈચ્છા મુજબ રૃ. 50,000 કે તેથી વધુ રકમનાં ચેક માટે આ સિસ્ટમ અપનાવવા બેન્કોને છૂટ આપી છે. કેટલીક બેન્કોએ રૂ. 5 લાખથી વધુ રકમનાં ચેક માટે આ સિસ્ટમ લાગુ કરવાનું નક્કી કર્યું છે. આથી ગ્રાહકે બેન્ક પાસેથી જાણકારી મેળવવી પડશે કે તેણે પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરી છે કે કેમ અને લાગુ કરી છે તો કેટલી રકમનાં ચેક માટે લાગુ કરી છે?
રૂા.50000થી વધુ રકમનાં ચેકની ‘તપાસ’ થશે, પૂછપરછ થશે
ગ્રાહકોએ બેંકો પાસેથી જાણકારી મેળવવી પડશે કે, તેની બેંકે આ સિસ્ટમ કેવી રીતે અપનાવી છે ?