Saturday, January 11, 2025
Homeરાજ્યજામનગરસમર્પણ ચોકડી ખાતેની ચેકપોસ્ટ દુર કરવાની રજૂઆતને સફળતા

સમર્પણ ચોકડી ખાતેની ચેકપોસ્ટ દુર કરવાની રજૂઆતને સફળતા

- Advertisement -

જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા સમર્પણ ચોકડી ખાતે આવેલ ચેકપોસ્ટ દૂર કરવા માંગણી કરવામાં આવી હતી. જે રજૂઆતને સફળતા મળતા કમિશનર સહિતના અધિકારીઓ તેમજ જિલ્લા પોલીસવડાનો આભાર વ્યકત કરી અભિનંદન પાઠવ્યા હતાં.

- Advertisement -

સમર્પણ સર્કલ ખાતે આવેલ ચેક પોસ્ટ તથા અન્ય અનઅધિકૃત દબાણોને લીધે ખૂબ જ ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી. આ રોડ ઉપર સમર્પણ હોસ્પિટલ, એરપોર્ટ તથા વિવિધ હોટલો આવેલ છે તેમજ સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા તથા વિશ્ર્વની મહાકાય રીફાઈનરી રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તથા અન્ય મોટી ઈન્ડસ્ટ્રીઓ તરફ જવા માટે પણ આ એક જ રસ્તો હોય સમર્પણ સર્કલ ખાતે આ ચેક પોસ્ટના લીધે તથા અનઅધિકૃત દબાણોને લીધે કાયમી ધોરણે સતત ટ્રાફિક સમસ્યાઓ થતી હતી. તેમજ દ્વારકા તરફથી આવતા વાહનોને બેડેશ્ર્વર તરફ જવા ડાબી સાઈડ હર હંમેશ માટે બંધ રહેતી અને વાહનચાલકોના સમય તથા ઈંધણનો વ્યય થતો હતો. વધુમાં સમર્પણ સર્કલ ખાતે લાલપુર બાયપાસ તરફથી આવતા વાહનો ગોકુલનગર તરફથી આવતા વાહનો આ સર્કલ ઉપરથી અવર-જવર કરતા હોવાથી ખૂબ જ ટ્રાફિક સમસ્યા થતી નથી. આ તમામ સમસ્યાના નિવારણ માટે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્સ્ટ્રીઝ દ્વારા અવાર-નવાર જામનગર મહાનગરપાલિકા, જિલ્લા પોલીસ અધિક્ષક તથા ટ્રાફિક સલાહકાર સમિતિની યોજાતી બેઠકોમાં રજૂઆત કરી સમર્પણ ચોકડી ખાતેની ચેક પોસ્ટને અન્યત્ર ખસેડવા તથા અનઅધિકૃત દબાણો દૂર કરવા રજૂઆતો કરવામાં આવેલ હતી. જેને ધ્યાને લઇને તાજેતરમાં સમર્પણ ચોકડી ખાતે આવેલ ચેક પોસ્ટને અન્યત્ર ખસેડવામાં આવેલ છે. જેને લીધે આ રોડ પરની ટ્રાફિક સમસ્યા હળવી થશે. આમ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવેલ રજૂઆતોને સફળતા મળેલ છે. આ રજૂઆતને યોગ્ય દિશા આપી તેના નિકાલ પરત્વે હકાાત્મક વલણ ધરાવવા બદલ ચેમ્બર જામનગરના કલેકટર જામનગર મહાનગરપાલિકાના કમિશનર તથા અધિકારીઓ તથા જિલ્લા પોલીસ અધિક્ષક તથા ટ્રાફિક સલાહકાર સમિતિના તમામ સભ્યોનો આભાર વ્યકત કરી છે અને ભવિષ્યમાં જામનગરના વેપારીઓના હિતમાં ચેમ્બર સાથે કદમ મીલાવી સતત કાર્યશીલ રહેવા બદલ અભિનંદન આપ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular