Sunday, December 29, 2024
Homeરાજ્યજામનગરહાપા માર્કેટિંગ યાર્ડ ઓવરબ્રિજના કામનું ચેકિંગ

હાપા માર્કેટિંગ યાર્ડ ઓવરબ્રિજના કામનું ચેકિંગ

નાયબ કમિશનરે બ્રિજના કામની ગુણવત્તા તપાસી : કામ ઝડપભેર આગળ ધપાવવા કોન્ટ્રાકટરને સૂચના

- Advertisement -

હાપા માર્કેટિંગ યાર્ડ પાસે રેલવે લાઇન પર બની રહેલા ઓવરબ્રિજની કામગીરીનું જેએમસીના નાયબ કમિશનર ભાવેશ જાની દ્વારા આજે નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. ઓવરબ્રિજના ચાલી રહેલા કામની ગુણવત્તા, ઉપયોગમાં લેવાતાં મટિરિયલ જેવા કે, સ્ટીલ, કાંકરી, રેતી વગેરેની ચકાસણી પણ કરવામાં આવી હતી. તે ઉપરાંત ઓવરબ્રિજનું કામ નિયમ અને નકશા અનુસાર થાય છે કે, કેમ? તેની પણ ચકાસણી નાયબ કમિશનર દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -

આ ચકાસણી દરમિયાન કોન્ટ્રાકટરને જરુરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે બ્રિજની કામગીરી ઝડપથી થાય તથા લોકોને વહેલી તકે સુવિધા મળે તેની તાકિદ પણ કરવામાં આવી હતી. બ્રિજના કામના ચેકિંગ માટે નાયબ કમિશનર આવ્યા હોવાની જાણ થતાં જ કોન્ટ્રાકટર દોડી આવ્યા હતાં અને ચાલતા કામની અધિકારીને માહિતી આપી હતી. આ માર્ગ પર હાપા માર્કેટિંગ યાર્ડ આવેલ હોવાના કારણે દરરોજ હજારો વાહનોની અવર-જવર રહેતી હોય છે. ત્યારે બ્રિજના કામની ગુણવત્તા સાથે કોઇ જ બાંધછોડ ન થાય તેની તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular