Sunday, December 22, 2024
Homeરાજ્યજામજોધપુરમાં સસ્તા અનાજની દુકાનોમાં લોકોની ફરિયાદ બાદ ચેકિંગ, જથ્થો સિઝ કરાયો

જામજોધપુરમાં સસ્તા અનાજની દુકાનોમાં લોકોની ફરિયાદ બાદ ચેકિંગ, જથ્થો સિઝ કરાયો

- Advertisement -

જામજોધપુર શહેર રેશનીંગની દુકાનેથી પુરતો માલ મેળવવા ગ્રાહકોને પારાવાર મુશ્કેલી પડે છે. ગતવખત ચણાનો જથ્થો મોડો આવ્યા પછી સમયાંતરે ઓફલાઇન કાપલા કાઢી દુકાનદારોએ ફરી સ્ટોક જમા કરાવાને બદલે બારોબાર વેચી માર્યો હોય, ગ્રાહકો સુધી પહોંચ્યો ન હોવાનું ચર્ચા જાગી છે. અનેક ગ્રાહકો માલ ન લેવા છતાં માલ લેવાઇ ગયો હોવાના મેસેજ આવી જાય છે. ત્યારે ગ્રાહકોના અંગુઠા લગાવ્યા વિના કાપલા કેવી રીતે નિકળે તેમજ સરકારે મફત ઘઉં, ચોખા દેવાની જાહેરાત કરી છે પણ ક્યાંક આવો માલ નથી દેવાતો અથવા માત્ર બે દિવસ જ દુકાનદાર દુકાન ખોલી બંધ કરી દેતાં હોવાની બુમરેંગ ઉઠવા પામી છે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ ભૂતિયા રેશનકાર્ડ પણ તંત્રની મીઠી નજર તળે ચાલતા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ત્યારે સસ્તા અનાજની ખાલી દુકાનોના નવા લાયસન્સો કાઢવાના બદલે અનેક દુકાનદારોને બેથી ત્રણ દુતકરાનોનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જે ચર્ચાનો વિષય બન્યો છે.

જ્યારે હાલના પુરવઠા અધિકારી માત્ર રબ્બર સ્ટેમ્પની ભૂમિકામાં હોય પુરવઠા વિભાગનો વહીવટ અન્ય બાહોશ અધિકારી પડદા પાછળથી કરતા હોય તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. ત્યારે તાજેતરમાં ઓછો માલ આપતો હોય ડાયાલાલ ભીમજી નામના દુકાનદારને ત્યાંં તંત્રએ ત્રાટકી 1,36,000નો જથ્થો સીઝ કરેલ છે. ત્યારે હંસાબહેન રતિલાલ કનેરિયા નામની રેશનિંગની દુકાનમાં 14 હજારથી વધુનો જથ્થો સીઝ કર્યો છે. હંસાબેન રતિલાલ કનેરિયાની દુકાનેથી રેશનિંગનો જથ્થો રીક્ષામાં બારોબાર જતો હોય તેવી જાગૃત નાગરિક દ્વારા લાઇવ કરી અને વિડીયો કલીપ પણ જગજાહેર વોટસએપ પર ફરે છે.છતાં તંત્ર સમયસર ન પહોંચી માત્ર સામાન્ય જથ્થો સીઝ કરી તંત્રએ કામગીરીનો સંતોષ માન્યો હોય તેવું લાગી રહયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular