જામનગર શહેર અને જિલ્લામાં 31 ડિસેમ્બરના રોજ પુરા થતા વર્ષની ઉજવણી પહેલાં પોલીસ દ્વારા ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી સીટી એ ડીવીઝન પીઆઇ નિકુંજસિંહ ચાવડાના નેજા હેઠળ પીએસઆઈ ભગીરથસિંહ વાળા તથા સ્ટાફ દ્વારા પવનચકકી સર્કલ નજીક ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં કાળા કાચ, વાહનોના દસ્તાવેજ, ડ્રીંક એન્ડ ડ્રાઈવ સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.