દેવભૂમિ દ્વારકાના ભાટિયા અને દ્વારકા સબ ડીવીઝનના વિસ્તારોમાં આજે ત્રીજા દિવસે જામનગર પીજીવીસીએલની 35 ટીમો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે 480 જોડાણો તપાસતા તે પૈકીના 75 માં ગેરરીતિ ઝડપાતા 17.80 લાખના બીલો ફટકારવામાં આવ્યાં હતાં આ પૂર્વે ગુરૂવારે દ્વારકા જિલ્લાના અને બુધવારે જામનગર શહેરમાં ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પીજીવીસીએલના ચેકીંગની વિગત મુજબ, જામનગર પીજીવીસીએલ અધિક્ષકના નેજા હેઠળ આજે ત્રીજા દિવસે પીજીવીસીએલની 35 ટીમો દ્વારા 17 એસઆરપી જવાન 16 લોકલ પોલીસ 3 એકસઆર્મી મેન અને 2 વીડિયોગ્રાફરના બંદોબસ્ત સાથે ભાટિયા તથા કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકીંગ કામગીર અંતર્ગત કુલ 480 જોડાણો તપાસવામાં આવતાં તે પૈકીના 75 જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા રૂા.17.80 લાખના બીલ ફટકારવામાં આવ્યાં હતાં. આજે સતત ત્રીજા દિવસે પીજીવીસીએલની ટીમો દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ પહેલાં બુધવારે જામનગર શહેરમાં ખંભાળિયા ગેઈટ અને નગરસીમ સબ ડીવીઝનના વિસ્તારમાં 20 ટીમ દ્વાર ચેકીંગ દરમિયાન 242 જોડાણો તપાસતા તે પૈકીના 47 માં ગેરરીતિ ઝડપાતા રૂા.13.45 લાખના બીલો ફટકારવામાં આવ્યાં હતાં તેમજ ગુરૂવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેર અને ગ્રામ્ય તથા વડત્રા સબ ડીવીઝનના વિસ્તારોમાં 35 ટીમો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ચેકીંગ કામગીરી અંતર્ગત 480 વીજજોડાણો તપાસતા તે પૈકીના 72 જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા 23.35 લાખના બીલો ફટકાર્યા હતાં. આમ પીજીવીસીએલની ટીમો દ્વારા 3 દિવસ દરમિયાન ચેકીંગ કામગીરી દરમિયાન પ્રથમ દિવસે 13.45 લાખ, બીજા દિવસે 23.35 લાખ અને આજે ત્રીજા દિવસે 17.80 લાખ મળી કુલ રૂા.54.60 લાખના બીલો ફટકાર્યા હતાં.