Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલનું ચેકિંગ

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલનું ચેકિંગ

ધ્રોલ, જોડિયા, કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં 33 ટીમો ત્રાટકી : ત્રણ દિવસ દરમિયાન 1 કરોડ 28 લાખની ગેરરીતિ ઝડપાઇ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં આજે સતત ચોથા દિવસે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે જામનગર જિલ્લાના ધ્રોલ, કાલાવડ અને જોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 33 ટીમો દ્વારા 19 એસઆરપી અને 19 લોકલ પોલીસના બંદોબસ્ત સાથે ચેકિંગ કાર્યવાહી આરંભી હતી. આ પૂર્વે ત્રણ દિવસ દરમિયાન પીજીવીસીએલ દ્વારા 1 કરોડ 28 લાખના બિલો ફટકારવામાં આવ્યાં છે.

- Advertisement -

રાજ્યમાં વીજચોરી ડામવા માટે પીજીવીસીએલ દ્વારા ચેકીંગ કામગીરી અંતર્ગત ગેરરીતિ ઝડપી લઇ બીલો ફટકારવામાં આવે છે. દરમિયાન જામનગર શહેર અને જિલ્લામાં આજે ચોથા દિવસે વીજચેકીંગ અંતર્ગત ધ્રોલ, જોડિયા અને કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગ કાર્યવાહીમાં 33 ટીમો દ્વારા 19 એસઆરપી અને 19 લોકલ પોલીસ તથા ચાર એકસઆર્મી મેન અને ત્રણ વીડિયો ગ્રાફરો સાથે કાર્યવાહી આરંભી હતી. આ પૂર્વે સોમવારે પીજીવીસીએલની 36 ટીમો દ્વારા જામનગર શહેરના સાધના કોલોની, નિલકંઠનગર, શંકરટેકરી સહિતના વિસ્તારોમાં 559 જોડાણોમાંથી 102 માં ગેરરીતિ ઝડપાતા 38.40 લાખના બિલો ફટકાર્યા હતાં. તેમજ મંગળવારે 35 ટીમો દ્વારા બેડી, નવાગામ ઘેડ, ભીમવાસ વિસ્તારોમાં 407 જોડાણો તપાસતા 88 જોડાણોમાથી ગેરરીતિ ઝડપાતા 66 લાખના બિલો ફટકાર્યા હતાં. જ્યારે બુધવારે 32 ટીમો દ્વારા દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને સલાયાના વિસ્તારોમાં 427 જોડાણો તપાસતા 71 માં ગેરરીતિ ઝડપાતા 23.90 લાખના બિલો ફટકારતા ત્રણ દિવસ દરમિયાન 1 કરોડ 28 લાખના બિલો ફટકાર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular