Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરહાલારમાં પાંચમાં દિવસે પીજીવીસીએલની 37 ટીમો દ્વારા ચેકિંગ

હાલારમાં પાંચમાં દિવસે પીજીવીસીએલની 37 ટીમો દ્વારા ચેકિંગ

શુક્રવારે જામનગર અને જામજોધપુરમાં 96 જોડાણોમાંથી ગેરરીતી ઝડપાતા 29.15 લાખના બીલો ફટકાર્યા : પાંચ દિવસમાં 457 જોડાણોમાંથી ગેરરીતી ઝડપાઇ : 148.90 લાખના બીલો ફટકાર્યા

- Advertisement -

જામનગર અને દેવભુમી દ્વારકા જિલ્લામાં છેલ્લાં પાંચ દિવસથી ચાલી રહેલાં વિજ ચેકીંગમાં આજે 37 ટીમો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે નગરસીમ અને જામનગર ગ્રામ્ય તથા જામજોધપુર તાલુકાના વિસ્તારોમાં કુલ 393 જોડાણો તપાસતા 96 જોડાણોમાંથી ગેરરીતી ઝડપાતા 29.15 લાખના બીલો ફટકાર્યા હતાં. આમ પીજીવીસીએલએ 5 દિવસમાં 457 જોડાણોમાં ગેરરીતિ ઝડપી લઇ રૂા.148.90 લાખના બીલો ફટકાર્યા હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર પીજીવીસીએલ અધિક્ષકના નેજા હેઠળ હાલારમાં છેલ્લાં પાંચ દિવસથી ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છેે. આ ચેકિંગ કાર્યવાહી અંતર્ગત આજે 37 ટીમો દ્વારા જામનગર ગ્રામ્ય, નગરસીમ, શહેર ડિવિઝન, હાપા સબ ડિવિઝન અને જામજોધપુર સબ ડિવિઝનના વિસ્તારોમાં 14 એસઆરપી જવાન, 4 લોકલ પોલીસ અને ત્રણ વિડિયો ગ્રાફર સાથે કુલ 393 વિજજોડાણો તપાસવામાં આવ્યા હતાં. જેમાંથી 96 વિજ જોડાણોમાં ગેરરીતી ઝડપાતા પીજીવીસીએલની ટીમ દ્વારા 29.15 લાખના બીલો ફટકારવામાં આવ્યા છે. ચોથા દિવસે દેવભુમી દ્વારકા જિલ્લાના વડતરા અને ખંભાળિયા ગ્રામ્યના વિસ્તારોમાં પીજીવીસીએલની 36 ટીમો દ્વારા 14 એસઆરપી જવાન અને 27 લોકલ પોલીસ તથા 3 વિડિયો ગ્રાફરો સાથે ચેકીંગ કામગીરી શરૂ કરી હતી.જામનગર પીજીવીસીએલ અધિક્ષકના નેજા હેઠળ શહેર અને જિલ્લામાં બુધવારે ત્રીજા દિવસે જિલ્લામાં ધ્રોલ ગ્રામ્ય, જોડિયા, કાલાવડ ઈસ્ટ-વેસ્ટ સબ ડીવીઝનના ગ્રામ્ય વિસ્તારમાં 36 ટીમો દ્વારા 14 એસઆરપી, 26 લોકલ પોલીસ અને ત્રણ વીડિયોગ્રાફરોના બંદોબસ્ત સાથે ચેકીંગ દરમ્યાન 426 જોડાણો તપાસતા 79 જોડાણોમાં ગેરરીતી ઝડપાતા 29.90 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતાં. આ પૂર્વે પીજીવીસીએલ દ્વારા સોમવારે પ્રથમ દિવસે ખંભાળિયા ગેઈટ સબ ડીવીઝન, નગરસીમ અને જામનગર રૂરલ એસડીએમ અંડર સીટી 2 ડીવીઝન જામનગર સર્કલ હેઠળ આવતા પાણાખાણ, ગોકુલનગર, સાધના કોલોની, દરેડ સહિતના વિસ્તારોમાં વીજચોરી અંગે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 37 ટીમો દ્વારા 535 વીજ જોડાણોમાં ચેકીંગ હાથ ધરાયું હતું. તેમાંથી 87 વીજમીટરોમાં ગેરરીતિ જોવા મળતા કુલ 29.75 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતાં.

તેમજ મંગળવારે પટેલ કોલોની સબ ડિવિઝન, સાતરસ્તા સબ ડિવિઝન, દરબારગઢ એસડીએમ સીટી-1, પીજીવીસીઅલ દ્વારા સમાણા એસડીએમ, જામજોધપુર સર્કલ હેઠળ આવતાં વિવિધ વિસ્તારો જેવા કે, જામનગર શહેરના રામેશ્ર્વરનગર, વિનાયક પાર્ક, યાદવનગર, વુલનમિલ અને લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલની 40 ટીમો દ્વારા 18 એસઆરપી જવાન, ચાર લોકલ પોલીસ અને 3 વીડિયો ગ્રાફરોના બંદોબસ્ત વચ્ચે કુલ 564 વીજજોડાણો તપાસવામાં આવ્યાં હતાં તે પૈકીના 104 માંથી ગેરરીતિ ઝડપાતા રૂા.30.15 લાખના બીલો ફટકારવામાં આવ્યાં હતાં. આમ કુલ પાંચ દિવસ દરમ્યાન પીજીવીસીએલએ 457 જોડાણોમાં ગેરરીતિ ઝડપી લઇ રૂા.148.90 લાખના બીલો ફટકાર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular