જામનગરમાં હોળીના તહેવારને અનુલક્ષીને ફૂડ શાખા દ્વારા પતાસા બનાવાના કારખાનામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને પતાસાના સેમ્પલ લઇ ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતાં.
હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. હોળીના પર્વ દરમિયાન લોકો પતાસા, ધાણી, ખજૂર સહિતની ચીજવસ્તુઓની ખરીદી કરતાં હોય છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચના અનુસાર શહેરમાં પતાસામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના ભંગાર બજાર સામે આવેલ જગડના ડેલમાં આવેલ પતાસાના ગોડાઉનમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં પતાસા અને હાઇડાના નમુના લઇ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં.