વડોદરાના એરપોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મળેલા ઈમેલના પગલે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર રાજ્યભરના એરપોર્ટ પર સતર્કતા દાખવવામાં આવી રહી છે, જેના પગલે જામનગરના એરપોર્ટ પર પણ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડ દ્વારા સધન ચેકીંગ કરવામાં આવ્યું હતું. જોકે કશું વાંધાજનક મળ્યું નથી.
જામનગરની બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડના પીએસઆઇ આર.સી. દેસાઈ, તેમજ એ.એસ.આઈ. ડી.યુ.અગ્રાવત, એલ.એમ. લૈયા, અને કે. એચ. વ્યાસ, તેમજ હેડ કોન્સ્ટેબલ ધીરેનભાઈ દાણીધારીયા, પોલીસ કોન્સ્ટેબલ વી.બી. જાડેજા, અને ડોગ હેન્ડલર વિજયભાઈ રૂડાચ વગેરે તાત્કાલિક અસરથી જામનગરના એરપોર્ટ પર પહોંચ્યા હતા.
જ્યાં સમગ્ર ટીમેં જામનગરના પોલીસ દળ સાથે જોડાયેલા ‘એસક્પ્લોઝીવ ડિટેક્ટર ડોગ – સ્ટાઈકર’ ને સાથે રાખીને સમગ્ર પરિસર નું સધન ચેકિંગ કર્યું હતું, અને બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જોકે કશું વાંધાજનક મળ્યું ન હોવાથી તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો. જોકે હજુ પણ એરપોર્ટ પર સધન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે