જામનગર શહેરમાં રહેતા રાજકુમાર નાનકરામ કેવલરામાણી જેઓ ધનલક્ષ્મી શ્રોફના નામે નાણા ધીરધારનું કામકાજ કરે છે. જેની પાસેથી જામનગરમાં મહેન્દ્ર મેન્સવેરના નામથી રેડીમેઇડ કપડાના વેચાણનો વેપાર-ધંધો કરતાં વપારી મહેન્દ્રભાઇ ધરમદાસ ગલાણી દ્વારા ધંધાના વિકાસ અર્થે નાણાની જરુરીયાત ઉભી થતાં રૂા. 3,00,000નું ધિરાણ લીધેલ જે રકમની પરત ચૂકવણી માટે મહેન્દ્રભાઇ ધરમદાસ ગલાણી દ્વારા રાજકુમાર નાનકરામ કેવલરામાણીના પેઢીના નામનો એચડીએફસી બેંક લિ., ઓશવાળ કોલોની-2 શાખા, જામનગરનો ચેક આપેલ હતો. જે ચેક રાજકુમાર નાનકરામ કેવલરામાણી દ્વારા પોતાની પેઢીના યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, દિગ્વિજ્ય પ્લોટ શાખા, જામનગરના બેંક ખાતામાં ક્લિયરીંગ માટે રજૂ કરતાં મજકુર ચેક નાણાના અભાવે પરત ફરેલ હતો. જેથી રાજકુમાર નાનકરામ કેવલરામાણીએ પોતાના વકીલ મારફત મહેન્દ્રભાઇ ધરમદાસ ગલાણીને નોટીસ મોકલેલ, જે નોટીસ મળી જવા છતાં આરોપી દ્વારા ચેક મુજબની રકમ નહીં ચૂકવતા રાજકુમાર નાનકરામ કેવલરામાણી દ્વારા જામનગરની અદાલતમાં મહેન્દ્રભાઇ ધરમદાસ ગલાણી સામે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 મુજબ ફરિયાદ દાખલ કરેલ છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ નાથાલાલ પી. ઘાડીયા, હિતેન અજુડીયા, પરેશ સભાયા, રવિન્દ્ર દવે, હિરેેન સોનગરા, રાકેશ જે. સભાયા, હસમુખ મોલીયા, પ્રિયેન મંગે, ગજેન્દ્રસિંહ ઝાલા, નેમિષ ઉમરેટીયા રોકાયેલા હતાં.