જામનગરમાં ફરીયાદી રણજીતસીંહ ભગવાનજીભાઈ ચુડાસમા તથા સીધ્ધરાજસીંહ દાનુભા વાઢેર વચ્ચે મિત્રતાનો સંબંધ હોય આરોપી સીધ્ધરાજસીંહને અંગત જરૂરીયાત માટે નાણાની જરૂરત પડતા ફરીયાદીએ મદદરૂપ થવાના આશયથી આરોપીને રૂપિયા બે લાખ હાથ ઉછીના આપેલા હતા, જેના બદલામાં આરોપીએ તેમના ખાતાનો ચેક આ રકમની પરત ચુવકણી પેટે આપેલ અને આ ચેક, મુદત તારીખે ફરીયાદીએ પોતાના ખાતામાં વસુલાત માટે જમાં કરાવતા આ ચેક અપુરતા ભંડોળના શેરાથી પરત ફર્યો હતો. જેથી આરોપીને ફરીયાદીએ તેમના વકીલ મારફત લીગલ નોટીસ મોકલેલ, જે આરોપીને મળી ગયેલ હોય, આમ લીગલ નોટીસ મળી ગયેલ હોય તેમ છતાં આરોપીએ ફરીયાદીને કોઈ તેમની લેણી રકમ ચુક્વેલ નહી કે, તેમને લીગલ નોટીસનો પણ કોઈ જવાબ આપેલ નહી, મુદત પુરી થતાં ફરીયાદી રણજીતસીંહ ભગવાનજી ચુડાસમાંએ અદાલત આરોપી સામે ચેક રીટર્ન અંગેની ધી નેગોશ્યેબલ ઈન્સ્ટ્રુમેન્ટ તળે ફરીયાદ દાખલ કરી છે. આ કેસમાં ફરીયાદી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીંહ આર. ગોહીલ તથા રજનીકાંત આર. નાખવા રોકાયલા છે.


