દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના જશાપર ગામે 150 વર્ષથી વસતા શા. ધનજી પાનાચંદ મણિયાર પરિવારના શા. પોપટલાલ ઝિણાભાઇએ વર્ષો સુધી સરપંચપદે સેવા આપ્યા બાદ 80 વર્ષની જૈફવયે પોતાના પુત્ર સાથે ઇ.સ. 1982માં જૈનધર્મની દિક્ષા અંગીકાર કરનાર પૂ. પ્રેમગુરુદેવ અને પૂ. ધીરગુરુદેવ ગોંડલ સંપ્રદાયની ગરિમા સમાન છે.
જન્મભુમિ જશાપર ગામે માત્ર એક જૈનનું ઘર હોવા છતાં ગ્રામવાસીઓની વિનંતીથી પૂ. ધીરગુરુદેવ તથા સાધ્વીજી પૂ. ગુણિબાઇ મહાસતિજી ઠાણાનો મંગલ ચાતુર્માસ પ્રવેશોત્સવ તા. 26-6-22ને રવિવારે સવારે 9:15 કલાકે માલિકનીબેન કિશોરભાઇ સંઘવી-સેવા સંકૂલ ખાતે દેશ-વિદેશના હજારો ભાવિકોના જયનાદે યોજાયેલ છે.
પૂ. ગુરુદેવની કૃપાથી જશાપરમાં મનહરભાઇ અને મુકતાબેન પારેખ-જૈન ઉપાશ્રય, અનિલકુમાર ભૂપતલાલ મણિયાર-ભક્તિભવન, શાંતાબેન પોપટલાલ મણિયાર, પ્રેમ ચબુતરો, માલિનીબેન કિશોરભાઇ સંઘવી, સાંસ્કૃત્તિક ભવન, ડો. સી.જે. દેસાઇ અને જશવંતીબેન દેસાઇ-ગૌશાળા, ડો. પ્રભુદાસ અને ચંદ્રીકાબેન લાખાણી-જલધારા, ચોવટીયા ડોસાભાઇ બોઘાભાઇ સાંજવા-બસ સ્ટેન્ડ વગેરે નજરાણું બની રહેલ છે.
ચાતુર્માસ પ્રવેશોત્સવ સમારોહના પ્રમુખપદે અમીશા નિરજ વોરા અને અતિથિપદે અનિલ બી. મણિયાર (મસ્કત), દિલીપ મોદી, ડો. રજની મહેતા-અમેરીકા, દિનેશ મણિયાર-દુબઇ, મહેશ કોઠારી-કલકત્તા, શરદ શેઠ-મુંબઇ, દિલીપ ધોળકીયા-દિલ્હી, રંજનબેન પટેલ-દારેસલામ, કુંદનબેન નવીનચંદ્ર દોશી-મુંબઇ, રેખાબેન શાહ-મસ્કત, કે.ડી. કરમુર વગેરે ઉપસ્થિત રહેશે. સમારોહ મધ્યે સચિત્ર તત્વાર્થ સૂત્રનો વિમોચનવિધિ યોજાયેલ છે.
જ્યારે પૂ. ગુરુદેવનો પોરબંદરથી વિહાર કરી તા. 22ને ગુરુવાર જશાપર નગર પ્રવેશ સવારે 8:30 કલાકે યોજાયેલ છે. તા. 26ના રવિવારે આહિર સમાજના કે.ડી. કરમુર તરફથી ધુંવાડાબંધ ગામજમણનો લાભ લેવામાં આવેલ છે. રાજકોટથી જામનગર બાયપાસ લાલપુર, ત્રણ પાટીયા, શિવા, કાટકોલા થઇને તેમજ જામજોધપુરથી સતાપર થઇને જશાપર આવી શકાય છે. વધુ વિગત માટે મો. 98987 75222નો સંપર્ક કરવો. કાર્યક્રમનું લાઇવ યૂ-ટ્યૂબમાં ઉઇંઊઊછ ઙછઅટઅઈઇંઅગ ઉઇંઅછઅ ચેનલમાં પ્રસારણ કરાશે.