Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરધારાસભ્ય દિવ્યેશ અકબરીના જન્મદિવસે ચર્તુવિધ સેવાયજ્ઞ

ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જન્મદિવસે ચર્તુવિધ સેવાયજ્ઞ

મહારકતદાન કેમ્પનું આયોજન: જામનગરના બહેનોમાં બ્રેસ્ટ કેન્સરની જાગૃત્તિ અર્થે 2100 બહેનોની મેમોગ્રાફી તેમજ 950 કુપોષિત બાળકોને દતક લેવાનો સેવાયજ્ઞ : અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમારંભને અનુલક્ષીને રામભકતો અને કારસેવકોનો સન્માન સમારંભ પણ યોજાશે

- Advertisement -

જામનગરના 79- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા ધારાસભ્ય બન્યા પછી પોતાના પ્રથમ જન્મદિવસે સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ કુપોષણ થી સુપોષણ અભિયાન અંતર્ગત આંગણવાડીના 386 કુપોષિત બાળકોને દત્તક લેવાયા હતા, અને સુપોષિત કરી દેવાયા છે.જ્યારે મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો.

- Advertisement -

ત્યારે આ વખતે 14 જાન્યુઆરીને મકર સંક્રાંતિના દિવસે ચર્તુવિધ સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના રણજીત નગર વિસ્તારમાં આવેલા કેશવજી અરજણ લેઉઆ પટેલ સેવા સમાજમાં મહારક્તદાન કેમ્પ, 90 કુપોષિત બાળકોને દતક લેવા, તેમજ મહિલાઓમાં બ્રેષ્ટ કેન્સરની જાગૃતિ લાવવાના ભાગરૂપે 2,100 બહેનોની મેમોગ્રાફી સહિતના સેવાયજ્ઞનું આયોજન કરાયું છે.

સાથો સાથ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ને અનુલક્ષીને જામનગરમાં વસવાટ કરતા રામ ભક્તો અને કારસેવકોનો સત્કાર સમારંભ પણ યોજાયો છે.
જામનગર ના 79- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીનો 14 મી જાન્યુઆરીને મકરસંક્રાંતિના પર્વના દિવસે જન્મદિવસ છે, ત્યારે રણજીત નગર પટેલ સેવા સમાજમાં સવારે 9.00 વાગ્યાથી જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે, અને મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમજ કુપોષણથી સુપોષણ સુધીના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના મુખ્ય અભિયાન અંતર્ગત 79- વિધાનસભા વિસ્તારની આંગણવાડીના વધુ 90 કુપોષિત બાળકોને દતક લેવાનો કાર્યક્રમ પણ યોજાશે.

- Advertisement -

સાથો સાથ જામનગર શહેરના બહેનોમાં સ્તન કેન્સર (બ્રેસ્ટ કેન્સર) ની જાગૃતિ લાવવાના ભાગરૂપે 2,100 બહેનોની મેમોગ્રાફીનું પણ અભિયાન હાથ ધરવામાં આવશે.
બ્રેસ્ટ કેન્સર અંગે અગાઉથીજ બહેનોને સચોટ જાણકારી મળી રહે, તેમાટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં અત્યાધુનિક ડી.આર. મેમોગ્રાફી મશીન વસાવ્યું છે. જેમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરીના પ્રયાસોથી નગરના બહેનોનું બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ અર્થે વિનામૂલ્યે સ્ક્રીનિંગ કરાવી આપવામાં આવશે. ખાસ કરીને બહેનોમાં બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ લાવવાના ભાગરૂપે આ અભિયાન હાથ ધરાયું છે.

સમગ્ર ચર્તુવિધ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, અને મહા રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ એકત્ર થાય, તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં વધુમાં વધુ લોકોએ ઉપસ્થિત રહીને રક્તદાન કરવા ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત અયોધ્યામાં આગામી 22મી જાન્યુઆરીના દિવસે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા માં આવનાર છે, તે સંદર્ભમાં જામનગરના રામભક્તો અને કારસેવકોનો સન્માન સમારંભ પણ યોજાયો છે.

- Advertisement -

બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃત્તિ કેળવવા જનસંપર્ક કાર્યાલય મારફતે વ્યવસ્થા ગોઠવાઈ

જામનગરના 79- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા બહેનોમાં બ્રેષ્ટ કેન્સરનું પ્રમાણ ન વધે અને સમયસર તેનું પરીક્ષણ તેમજ નિદાન થાય તે અંગે જાગૃતિ લાવવા માટે પોતાના જન્મ દિવસે નવો સંકલ્પ કરી ને વિશેષ અભિયાન શરૂ કરાયું છે.

વધુમાં વધુ બહેનોનો બ્રેષ્ટ કેન્સર બાબતે સ્ક્રિનિંગ થઈ શકે, અને જરૂર પડયે સમયસર નિદાન થઈ શકે તે અંગે દિવ્યેશ અકબરીના જનસંપર્ક કાર્યાલય પરથી રજીસ્ટ્રેશન શરૂ કરાવવામાં આવ્યું છે. જામનગર શહેરમાં વસવાટ કરતા કોઈપણ બહેનો કે જેઓને બ્રેસ્ટ કેન્સર ના લક્ષણો બાબતે સ્ક્રિનિંગ કરાવવા માટે રજીસ્ટ્રેશન કરાવવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં વિનામૂલ્યે સ્ક્રિનિંગ સાથેની મોમોગ્રાફી કરાવવાની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવશે.

હાલમાં દેશભરમાં બ્રેસ્ટ કેન્સરના ગ્રાફમાં વધારો થયો છે, અને કેટલાક બહેનો તેના પરીક્ષણથી પણ ડરતા હોય છે. ત્યારે બહેનોમાં લોક જાગૃતિ કેળવવાના ભાગરૂપે અને બ્રેસ્ટ કેન્સરની મહામારીના કોઈ બહેનો ભોગ બન્યા હોય તો, આ સ્ક્રીનિંગ- મેમોગ્રાફી મારફતે તેઓનું નિદાન તેમજ વહેલી તકે સારવાર થઈ શકે, તેના ભાગરૂપે સમગ્ર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

જેથી જામનગરના જુદી જુદી સંસ્થા સાથે જોડાયેલા બહેનો, તેમજ રાજકીય- સામાજિક સંસ્થાના બહેનોએ જન સંપર્ક કાર્યાલય ગ્રાઉન્ડ ફલોર, બ્લોક નંબર 62, બિલ્ડિંગ નંબર 11, મિગ કોલોની જામનગરનો સંપકૃ કરવાા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા અનુરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular