મોરબીમાં 135 લોકોનો ભોગ લેનારી ઝુલતા પુલ દુર્ઘટનામાં છેવટે પોલીસ દ્વા2ા 1262 પાનાનું ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યુ છે. અને ઝુલતા પુલનું સંચાલન સંભાળતા જાણીતા ઓરેવા ગ્રુપના માલીક જયસુખ પટેલને આરોપી ગણાવવામાં આવ્યા છે. દુર્ઘટના વખતથી જયસુખ પટેલ ફરાર છે. મોરબીમાં ત્રણેક મહિના પૂર્વે દિવાળીના તહેવારો દરમિયાન સર્જાયેલી ઝુલતા પુલ દુર્ઘટનામાં હવે પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે જેમાં ઓરેવા ગ્રુપના માલીક જયસુખ પટેલ સહિત 10 લોકોને આરોપી દર્શાવવામાં આવ્યા છે.
135 લોકોનો ભોગ લેનારી આ દુર્ઘટનામાં પોલીસે 1262 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી છે તેમાં કલમ 308, 304, 336, 338 અને 114 હેઠળ આરોપીઓ સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે. તેઓ સામે બીનઈરાદા પૂર્વક હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. 10 માંથી 9 આરોપીઓની અગાઉ જ ધરપકડ કરી લેવામાં આવી હતી. જેમાં ઓરેવા ગ્રુપના 2 મેનેજર ઉપરાંત રીપેરીંગ કામ કરનાર કારીગરો વગેરેનો સમાવેશ થતો હતો. જયસુખ પટેલની ત્રણ મહિનાથી વધુ ધરપકડ થઈ શકી નથી તાજેતરમાં તેમના વિરૂધ્ધ અદાલતે ધરપકડ વોરન્ટ ઈસ્યુ ર્ક્યુ હતુ પોલીસે જો કે તેઓ વિદેશ નાશી ગયા હોવાની શક્યતા નકારી કાઢી હતી. તપાસ ટીમના રીપોર્ટ પ્રમાણે બ્રીજ દુર્ઘટના બાદ ઓરેવા ગ્રુપની ઓફીસમાંથી કબજે કરાયેલા દસ્તાવેજોમાં ઝુલતા પુલના રીપેરીંગથી માંડીને તમામ કામગીરી જયસુખ પટેલની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. પોલીસના સુત્રોએ કહયું કે ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીનો તપાસ રીપોર્ટ હજુ આવવાનો બાકી છે એટલે ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યો નથી. ઓરેવા ગ્રુપના માલીક જયસુખ પટેલ દ્વારા ધરપકડ સામે રક્ષણ માંગતી અરજી કોર્ટમાં કરવામાં આવી હતી. આગોતરા જામીન અરજી મુક્વામાં આવી હતી. પરંતુ અદાલત દ્વારા સુનાવણી 10 ફેબ્રુઆરી પર મુલતવી રાખવામાં આવી હતી. મોરબી દુર્ઘટનાનું પ્રકરણ હાઈકોર્ટમાં પણ ચાલી રહયુ છે. હાઈકોર્ટ દ્વારા સુઓમોટો રીટ દાખલ કરવામાં આવી હતી. સુનાવણી દરમ્યાન મોરબી નગરપાલીકાનો પણ ઉધડો લીધો હતો. ત્યારે પ્રથમવખત ઓરેવાએ સમગ્ર દુર્ઘટના માટે પોતાની ભુલનો પણ સ્વીકાર ર્ક્યો હતો. અને તમામને વધારાનું વળતર આપવાની પણ તૈયા2ી દર્શાવી હતી આ સિવાય માતા-પિતા ગુમાવનારા સાત બાળકોની જવાબદારી ઉઠાવવાનો પણ પ્રસ્તાવ રજુ ર્ક્યો હતો. મોરબીના ઝુલતા પુલને ઓરેવાએ રિનોવેશન બાદ ખુલ્લો મુક્યો હતો અને દિવાળીના તહેવારો દ2મ્યાન જ તે તુટી પડતા ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી. રીપેરીંગના નામે પુલ પરના લાકડાના પાટીયા કાઢીને મેટલસીટ નાખી દેવામાં આવી હતી. જેના કારણે બ્રીજનું વજન ખુબ વધી જતા તુટી પડયો હોવાનું ખુલ્યુ હતું. કેબલ પણ બદલાવવાના બદલે માત્ર કલર કરી દેવામાં આવ્યા હતા. તેને કારણે બ્રીજ મજબુત બનવાને બદલે ખરેખર નબળો પડી ગયો હતો. 300 થી વધુ લોકો પહોંચી ગયા હોવાથી ભાર સહન થઈ શક્યો ન હતો અને દુર્ઘટના સર્જાઈ હતી.