તારીખ 25/12/2023 ના દિવસે જેને સમાજ ક્રિસમસ ડે” તરીકે જાણે છે અને ઉજવે છે તે જ દિવસે બાજપાઈનો જન્મ દિવસ છે તેની જાણ બહુ થોડા લોકોને હોય છે. અને અત્યંત દુ:ખ સાથે સમગ્ર હિન્દુ સમાજ-રાષ્ટ્ર માટે બલીદાન આપનાર આ ગુરુ ગોવિદસિંહના ‘ચાર શાહિબજાદે’ના બલીદાનની ઘટના અંગે બહુ જુજ પ્રમાણમાં લોકોને પરીચીત છે. તેવા સંજોગોમાં આપણો રાષ્ટ્રની ગૌરવગાથાથી વધુને વધુ પરિચિત બને તેવા શુભ આશય સાથે નરેન્દ્રભાઈ મોદીએ તારીખ : 29 ડિસેમ્બરને ’વિર બાલ દિન’ તરીકે જાહેર કર્યો છે. જેના કારણે આવનાર દિવસોમાં-આવનારા વર્ષોમાં શહીદ બાળકોની ગૌરવગાથા ભાવિ પેઢી, જન જન સુધી પહોંચે તેઓ ઉદેશ દાખવ્યો છે.
તેના જ ભાગ રૂપે એક આદર્શ પ્રયત્ન લેઉવા પટેલ સમાજના રણજીતનગરના ઓડીટોરીયમમા શેખર રતીલાલ માધવાણી સ્મૃતિ ટ્રસ્ટના સહયોગથી. ગુરૂદ્વારા પ્રબંધક સમિતિ-જામનગરના પૂર્ણ સહયોગથી અંદાજે 225 પ્રબુધ્ધ જન, બહેનો, બાળકોએ 1 કલાક 42 મિનિટની આ ખુબ રસપદ શૌર્ય-ખુમારી-બલીદાનની વાસ્તવીક અને ઐતિહાસિક કથા ઉપર ફિલ્મ મંત્રમુગ્ધ બની નિહાળી હતી.
કાર્યક્રમના પ્રારંભમાં આપણી સાંસ્કૃતિક પરંપરા નિભાવી માતા સરસ્વતી તેમજ ભારત માતાના ચિત્ર-છબી સમક્ષ મહાનુભાવોએ દીપ પ્રાગટય કર્યું. મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ભાજપા અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ગુરુદ્વારા પ્રબંધક સમિતિના અધ્યલ હરપાલસિંષ, કુલમિતસિંધ, મનજીતસિંધ, તરનજીતસિંષ તેમજ પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા તથા સામાજીક અચણીઓ-ટ્રસ્ટના સભ્યઓએ દિપ પ્રાગટય કર્યું હતું.
શીખ સમાજના અગ્રણીએ ફિલ્મની મહત્વતા તેમજ – શીખ સમુદાયની લાગણીને વાચા આપી નરેન્દ્રભાઈએ કરેલા કાર્યોને બીરદાવી હતી અને ફિલ્મની કથા-વસ્તુ પર પ્રકાશ પાડયો હતો.
પીક્ચરના પ્રારંભ પહેલા અટલજીના 99 માં જન્મ દિવસે તેમની જન-જનના હદયને ઢંઢોળતી કાવ્ય રચના દ્રશ્ય શ્રાવ્યથી રજુ કરવામાં આવી હતી.અંધેરા છટેગા-સુરજ નિકલેગા’ જેવી અનેક કાવ્યપંક્તિઓથી ઉપસ્થિત સુજ્ઞલોકો રસતરબોળ થયા હતા. તથા 19 જાન્યુ. રિલીઝ થનાર ફિલ્મ ’મેં અટલ હૂ” નું ટ્રેલર દર્શાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત સમુદાયે મંત્ર મુગ્ધ બની – શાંત ચીતે – પીન ડ્રોપ સાઈલન્સ સાથે સતત પોણા બે કલાકની ફિલ્મ નિહાળી હતી.
ધારાસભ્ય રિવાબા જાડેજા અને માધવાણી ટ્રસ્ટ પરિવારના ચેતનભાઈ માધવાણી અને શિલ્પાબેન, લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, કોર્પોરેટર ગોપાલભાઈ સોરઠીયા તથા ડિમ્પલબેન રાવલ, લોકવાત પરિવારના મહાવિરસિંહ ચૌહાણ, પત્રકાર અને ફોટોગ્રાફર જગતભાઈ રાવલ, ભાજપાના પૂર્વ અધ્યક્ષઓ હિતેન ભટ્ટ, મુકેશભાઈ દાસાણી, અશોકભાઈ નંદા, હસમુખભાઈ હિંડોચા અને સહયોગીઓ, એડવોકેટ્ રાજેશભાઈ ગોસાઈ, હેમલભાઈ ચોટાઈ, તથા ડો.પ્રો.મીરાબેન પાઠક તથા યોગાચાર્ય મીનાબેન દાસાણી ઉપસ્થિત રહ્યા હતા.
ફિલ્મ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જામનગર ગુરૂદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા દુષ તથા સીરાનો પ્રસાદ આપવામાં આવેલ, પ્રસાદ આરોગતી વેળાએ અડધો કલાક સમગ્ર સમુહે આ ફિલ્મની ચર્ચા રીવાબા જાડેજા અને હિતેન ભટ્ટ કરતા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે, ભરત આશર, રામાણી એન્ટરપ્રાઈઝ, એડવોક્રેટ હેમાંશુ સોલંકી, ધર્મેન્દ્ર ઠાકર, કૌશિક પરમાર, વિશાલ જાની અને કલ્પેન રાજાણીએ જેહમત ઉઠાવી હતી.