હાલ દેશમાં મોસમ પરિવર્તનનો સમય ચાલી રહ્યો છે. ચોમાસું લગભગ વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે શિયાળાના આગમનની છડી પોકારતી હિમવર્ષા પણ થવા લાગી છે. દેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ કહેર મચાવી રહ્યો છે ત્યારે પહાડી રાજયોના કેટલાક વિસ્તારોમાં હિમવર્ષાથી વાતાવરણ આહલાદક બની ગયું છે. ઉત્તરાખંડ અને હિમાચલના ઉચા પહાડો પર તાજી હિમવર્ષાથી બરફની સફેદ ચાદર છવાઇ ગઇ હતી. આગામી દિવસોમાં પહાડી વિસ્તારોમાં હિમવર્ષાનું પ્રમાણ વધતાં મેદાની વિસ્તારોમાં પણ ટાઢોડું છવાવા લાગશે.