Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયઅરબ સાગર અને બંગાળની ખાડીમાં વાવાઝોડાની સંભાવના

અરબ સાગર અને બંગાળની ખાડીમાં વાવાઝોડાની સંભાવના

એક સાથે બબ્બે-બબ્બે વાવાઝોડાને કારણે દેશના પૂર્વ અને પશ્ચિમ કાંઠે ખતરો : 6-7 જૂને આકાર પામશે વાવાઝોડું : ગુજરાત મહારાષ્ટ્રના કાંઠે પવન સાથે ભારે વરસાદની શકયતા

- Advertisement -

ચોમાસાનો પ્રારંભ થાય તે પહેલાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એમ બન્ને જગ્યાએ એક સાથે વાવાઝોડા સર્જાઇ રહયા છે. આ વાવાઝોડાને કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં 5 થી 6 જૂન આસપાસ સાયકલોનિંક સરકયુલેશન સર્જાશે. બાદમાં તે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે.

- Advertisement -

અરબી સમુદ્રમાં સર્જાનારૂં આ વાવાઝોડું મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપર ખતરો સર્જી શકે છે. ઉપરાંત આ વાવાઝોડું ઓમાન તરફ પણ ફંટાઇ શકે છે. સાથે-સાથે દરિયામાં જ વિખેરાઇ જવાની સંભાવનાઓ પણ જોવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં ચાલી રહેલી હવામાનની આ ગતિ વિધી પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. 6-7 જૂન આસપાસ ગુજરાતની દક્ષિણે અને મહારાષ્ટ્રની પશ્ર્ચિમે આકાર પામનારા આ વાવાઝોડાને પગલે મહારાષ્ટ્ર અને ગુજરાતના કાંઠાળ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. બીજી તરફ બંગાળની ખાડીમાં પણ એક વાવાઝોડું નિર્માણ પામી રહ્યું છે. 6-7 જૂન આસપાસ નિર્માણ થનારા આ વાવાઝોડાથી ભારતના પૂર્વિય કાંઠામાં અસર પહોંચી શકે છે. બંગાળ, ઓરિસ્સાના કાંઠાળ વિસ્તારો તેમજ બાંગ્લાદેશ પર આ વાવાઝોડાનું જોખમ સર્જાઇ શકે છે.
વાવાઝોડાની દિશા સતત બદલાતી રહેતી હોવાને કારણે હવામાન વિભાગ તેની ગતિવિધીઓ પર નજર રાખી રહ્યું છે. ચોમાસા પહેલાં સર્જાઇ રહેલાં આ બન્ને વાવાઝોડાને પગલે ભારતમાં ઋૈનૃત્યના ચોમાસાને આગળ વધવામાં ગતિ મળશે. તેવી સંભાવનાઓ પણ દર્શાવવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular