Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો દ્વારા ટેક્સમાં વધારા સામે ચેમ્બર ઓફ કોમર્સનો આક્રોશ

જામ્યુકો દ્વારા ટેક્સમાં વધારા સામે ચેમ્બર ઓફ કોમર્સનો આક્રોશ

ચેમ્બર ખાતે યોજાયેલ બેઠકમાં જેએમસી પ્રોપર્ટિ ટેક્સ એકશન કમિટીની રચના કરાઇ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2023-24 માટે મિલકત વેરો અગાઉથી (એડવાન્સ ટેકસ) ભરવા રિબેટ યોજના પ્રસિધ્ધ કરવામાં આવી જેના અનુસંધાને વ્યવસાયિકો તથા રહેણાંક ધરાવતા મિલકતધારકોએ રિબેટ યોજનાનો લાભ લઇ વેરો ભરવા જતાં ધ્યાનમાં આવેલ કે, ચાલુ એટલે કે, 2023-24ના વર્ષ માટે ભરવાપાત્ર વેરામાં અંદાજે 150થી 400 ટકા જેટલો વધારો લાદવામાં આવેલ છે. આ અંગે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે ચેમ્બરની કારોબારી સમિતિના સભ્યો, ચેમ્બરના પૂર્વ પ્રમુખો, ચેમ્બર સંલગ્ન એસો. તેમજ શહેરના વિવિધ 20 જેટલા એસો.ના પ્રતિનિધિઓ તેમજ શહેરના વેપારીઓ ઉદ્યોગકારો ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ.

- Advertisement -

બેઠકની શરુઆતમાં ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ જણાવેલ કે, ગત તા. 11-7-23ના રોજ આ ચેમ્બરને સભ્યો, ઉદ્યોગકારો તથા વેપારીઓ તરફથી રજૂઆતો મળતા સાંસદ પૂનમબેન માડમ તથા શહેર ભાજપ પ્રમુખ વિમલભાઇ કગથરા, જામનગર મહાનગરપાલિકાના મેયર તથા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનની રુબરુ મુલાકાત લઇ આવી એક સાથે કરવામાં આવેલ વધારો તાત્કાલિક અસરથી પરત ખેચવા રજૂઆત કરી હતી. સદર રજૂઆત સંદર્ભે જામનગર તથા દેવભૂમિ દ્વારકાના સંસદ પૂનમબેન માડમ તથા જામનગર મહાનગરપાલિકાના મેયર તથા સ્ટે. કમિટીના ચેરમેન દ્વારા હકારાત્મક પ્રતિભાવ અપાયેલ પરંતુ તેઓના નિર્ણયની કાગળ પર પ્રસિધ્ધિ ન થતાં અને તેથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે બેઠકમાં ઉપસ્થિત ચેમ્બરની કારોબારી સમિતિના સભ્યો તથા વિવિધ એસો.ના પ્રતિનિધિઓએ તેમના સૂચનો રજૂ કર્યા હતાં. જેમાં ટેકસના દરો વેપારીઓ-ઉદ્યોગકારો તથા જન સામાન્ય ઉપર મોટી રકમ એનયુ આર્થિક ભારણ ન આવે તે રીતે રાખવા સૂચનો કરવામાં આવ્યા હતાં.

- Advertisement -

બેઠકના અંતે જેએમસી પ્રોપર્ટી ટેકસ એકશન કમિટીની રચના કરવામાં આવી હતી. જ્યાં શહેરના વિવિધ એસો.ના પ્રતિનિધિઓ તથા પ્રબુધ્ધ નાગરિકોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કમિટી દ્વારા જેએમસી પ્રોપર્ટી ટેકસ મુદ્ે એક સરખી રજૂઆત કરવા તથાજરુર જણાયે આગળના નિર્ણય કરવા આ કમિટી કાર્ય કરશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેમ્બરના માનદ્મંત્રી અક્ષતભાઇ વ્યાસે તથા આભાર દર્શન ઉપપ્રમુખ રમણિકભાઇ અકબરીએ કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular