Friday, January 3, 2025
Homeરાજ્યદ્વારકા નજીક છકડા રિક્ષાની ગાયની ટક્કર: ચાલકનું મૃત્ય

દ્વારકા નજીક છકડા રિક્ષાની ગાયની ટક્કર: ચાલકનું મૃત્ય

- Advertisement -

દ્વારકા તાલુકાના મકનપુર ગામે રહેતો જોધાભા વલૈયાભા માણેક નામનો આડત્રીસ વર્ષનો હિન્દુ વાઘેર બે દિવસ પૂર્વે પોતાનો છકડો રીક્ષા નંબર જી.જે. 10 વાય 6701 લઈને જઈ રહ્યો હતો, ત્યારે માર્ગ પર જઈ રહેલી ગાય સાથે પુરપાટ જતો આ છકડો રિક્ષા અથડાયો હતો. જેના કારણે સર્જાયેલા અકસ્માતમાં ચાલક જોધાભા વલૈયાભા માણેકને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થતાં તેમનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. આ બનાવ અંગે પોલીસે મૃતકના નાનાભાઈ પોલાભા વલૈયાભા માણેકની ફરિયાદ પરથી મૃતક રિક્ષાચાલક જોધાભા માણેક સામે વિવિધ કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular