Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરશત્રુંજ્ય મહાતિર્થની 99 યાત્રા કરી પરત આવતા બાળક-બાલિકાઓનો સન્માન સમારોહ

શત્રુંજ્ય મહાતિર્થની 99 યાત્રા કરી પરત આવતા બાળક-બાલિકાઓનો સન્માન સમારોહ

આવતીકાલે શેઠજી દેરાસર સંઘ દ્વારા આયોજન : સવારે 8:30 કલાકે સામૈયા સહિતના કાર્યક્રમો યોજાશે

- Advertisement -

જામનગર શહેરમાં ચાલુ વર્ષે વેકેશન દરમિયાન જૈન સમુદાયના બાળકોએ શત્રુંજ્ય મહાતિર્થની 99 યાત્રા (પાલિતાણા) જામનગરના સમસ્ત જૈન સંઘોના બાળક-બાલિકાઓએ કર્યું છે. હાલના આધુનિક મોબાઇલ, યૂ-ટયૂબ, વેબસાઇટના જમાનામાં બાળક-બાળકીઓએ તમામ વૈભવિ સુવિધાઓ છોડી 45 દિવસમાં પાલિતાણામાં શત્રુંજ્ય મહાતિર્થની 99 યાત્રા કરી પરત આવી રહ્યાં છે. આ યાત્રામાં 99 વખત શત્રુંજ્ય ડુંગરના 5000 પગથીયા ચડી ભગવાન આદેશ્ર્વરદાદાના દર્શન કરી, ઉપવાસ અથવા એકાસણુ કરેલ હોય છે. આવા ભરઉનાળે આ બાળકોએ વગર ચંપલે આ જાત્રા કરેલ છે. ત્યારે જામનગર શહેરના શેઠજી દેરાસર સંઘ દ્વારા દિક્ષા દાનેશ્ર્વરી પ.પૂ. આ. શ્રીમદ્ વિજય ગુણરત્નસુરિજી મ.સા.ના શિષ્યરત્ન પ્રવચન પ્રભાવક પ.પૂ.આચાર્ય શ્રીમદ્ વિજય જિનેશરત્નસુરિજી મ.સા. આદિ થાણાની નિશ્રામાં આવતીકાલે સવારે 8:30 કલાકે ચાંદીબજારમાં આવેલ ઇન્દુ મધુ મેડિકલ સેન્ટરથી સામૈયાનો પ્રારંભ થશે. ત્યાંથી ચોકના ચાર જિનાલયને પ્રદક્ષીણા આપીને પ.પૂ. ગુરુભવંતો જ્યોતિ વિનોદ જૈન ઉપાશ્રયમાં માંગલિક પ્રવચન ફરમાવશે.

- Advertisement -

જે બાળકોનું સંઘ સન્માન કરવાનું તેમાં જામનગરના નિવ નિશીતભાઇ મેતા, સિધ્ધ મલયભાઇ મેતા, ધન્ય વિરાગભાઇ વસા, ઋષભ સ્નેહલભાઇ તેલી, મોક્ષ પરિન મેતા, નંદિશ હિતેષભાઇ કોઠારી, વરૂણ પારસભાઇ ગાંધી, ધૈર્ય જીગ્નેશભાઇ ભણાશલી, હિર મેહુલભાઇ શાહ, સાહિલ મેહુલભાઇ શેઠ, નિલ હેતલભાઇ સંઘવી, જૈનમ સમિરભાઇ વસા, દેવ દર્શિત પારેખ, કુશલ ચિરાગભાઇ પારેખ, દિપ પારસભાઇ પારેખ, રિધ્ધિ મિતુલભાઇ સંઘવી, ધ્રુવી ધવલભાઇ શેઠ, ધારા પારસભાઇ મેતા, જીયા વિમલભાઇ મેતા, ખુશી વિમલભાઇ મેતા, જીલ સમીરભાઇ વસા તથા જીયા સમીરભાઇ વસા. આ ઉપરાંત સંઘ પાસે ન આવેલા નામો હજૂ પણ આવશે તો તેનું પણ બહુમાન કરવામાં આવશે. તેમ સંઘની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular