કેન્દ્રએ મંગળવારે રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે, કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટાની સરખામણીમાં ઓછામાં ઓછો ત્રણ ઘણો વધારે ચેપી છે. સાથે જ કેન્દ્ર સરકારે ઈમરજન્સી ઓપરેશન સેન્ટરોને સક્રિય કરવાની સાથે જિલ્લા અને સ્થાનિક સ્તરે પણ સખત કાર્યવાહી કરવી જોઈએ.
રાજયો અને કેન્દ્રસાશિત પ્રદેશોને લખેલા પત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પરિક્ષણ અને દેખરેખ વધારવા સિવાય નાઈટ કર્ફયુ લગાવવાની, મોટી સભાઓમાં સખત નિયમો, લગ્નો અને અંતિમ સંસ્કારોમાં લોકોની સંખ્યા ઘટાડવા જેવા નિર્ણયોને લાગૂ કરવાની સલાહ પણ આપી છે.
પત્રમાં એવા ઉપાયો પણ સૂચવવામાં આવ્યા છે કે, જેને દેશના વિવિધ વિસ્તારોમાં કોવિડ-19ના કેસમાં વધારામાં શરૂઆતી લક્ષણોની સાથો સાથ ચિંતા વધારતા સ્વરૂપ ઓમિક્રોનને શોધવા માટે જરૂરી પગલાં લેવાની જરૂર પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, જિલ્લા સ્તર પર કોવિડ-19થી પ્રભાવિતથી જનસંખ્યા, ભૌગોલિક પ્રસાર, હોસ્પિટલનું ઈન્ફ્રાસ્ટ્રકચર અને તેનો ઉપયોગ, માનવબળ, ક્ધટેઈનમેન્ટ ઝોનને સૂચિત કરવા, સામે આવતા કેસોની સમીક્ષા થવી જોઈએ.
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પત્રમાં કહ્યું છે કે, આવી રણનીતિ એ સુનિશ્યિત કરે છે કે, સંક્રમણ રાજયના અન્ય વિસ્તારોમાં ફેલાતા પહેલાં સ્થાનિક સ્તરે જ નિયંત્રણ થાય છે. તેઓએ કહ્યું કે, મહેરબાની કરીને વોર રૂમ, ઈઓસીને સક્રિય કરો અને તમામ સ્થિતિ અને વૃધ્ઘિનું વિશ્ર્લેષણ કરતા રહો, ભલે તે ગમે તેટલું નાનુ કેમ ન હોય અને જિલ્લા તથા સ્થાનિક સ્તરે સક્રિય પગલાં લો. ક્ષેત્રના અધિકારીઓ સાથે નિયમિત સમીક્ષા અને આ સંબંધે સક્રિય કાર્યવાહી નિશ્ચિત રૂપેથી સંક્રમણના પ્રસારને નિયંત્રિત કરશે. રાજેશ ભૂષણે કહ્યું કે, કોવિડ પોઝિટિવ મામલામાં તમામ નવા સમૂહોના મામલે નો એન્ટ્રી જોન, બફર જોનની તાત્કાલિક સૂચના આપવી જોઈએ અને હાલની માર્ગદર્શિકા અનુસાર, કેન્ટેઈનમેન્ટ ઝોન પર સખત નિયંત્રણની ખાતરી કરવી જોઈએ.
- મોડર્નાએ ઓમિક્રોન સામે બનાવ્યો અસરકારક બુસ્ટર ડોઝ
મોર્ડના તરફથી સામે આવેલ ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં જણાવાયું હતું કે, કોવિડ-19 ના તેના ડેવલોપ કરવામાં આવેલ બુસ્ટર ડોઝ નવા સામે આવેલા ઓમિક્રોન વેરિયન્ટ સામે અસરકારક જોવા મળ્યો છે અને આ બુસ્ટર ડોઝ ઝડપથી વિશ્ર્વભરમાં ફેલાઈ રહેલા ઓમિક્રોન વેરિયન્ટ સામે એન્ટી બોડી ડેવલોપ કરવામાં સફળ રહેશે. વેક્સિનના બુસ્ટર ડોઝની સાથે કંપની અત્યારે ફેલાઈ રહેલા ળછગઅ-1273 વાયરસની ગતિ પર પણ નજર રાખી રહી છે અને તેની મારક ક્ષમતા અને આડઅસરોને પણ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે. આ વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલનું કામ આગામી મહીનેથી શરુ થઈ જવાની શક્યતા છે. મોર્ડના કંપનીના ચીફ મેડિકલ ઓફિસરે કહ્યું હતું કે, ’અત્યારે તેમની પાસે બુસ્ટર ડોઝના કુલ 1273 જ ડોઝ છે. આ ડોઝ ખૂબ જ અસરકારક અને સુરક્ષિત છે અને આગામી તહેવારોની સીઝન તેમજ ઠંડીના સમય દરમિયાન લોકોનું રક્ષણ કરશે કે જયારે, ઓમિક્રોન વેરિયન્ટનો ખતરો સૌથી વધુ હશે.
કંપનીના રિસર્ચ ડોક્ટર્સનો દાવો છે કે, વેક્સિનના 2 ડોઝ ઓમિક્રોન સામે ઓછી એન્ટિબોડી ડેવલોપ કરી રહ્યા છે. જયારે, 50 માઈક્રોગ્રામ બૂસ્ટર ડોઝ ઓમિક્રોન વેરિયન્ટ સામે 37 ઘણો વધુ અસરકારક છે. બીજી તરફ, 100 માઈક્રોગ્રામ બૂસ્ટર ડોઝ અગાઉની વેક્સિનની ક્ષમતા કરતા, 80 ઘણી વધુ એન્ટી બોડી ડેવલોપ કરશે.