હોમગાર્ડ સભ્યની નિવૃતિ વયમર્યાદામાં વધારો કરવામાં આવતા જામનગર જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી દ્વારા 50 હજારથી વધુ હોમગાર્ડ સભ્યો માટેની નિવૃતિ વયમર્યાદા 3 વર્ષ વધારીને 58 વર્ષનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઇ હોમગાર્ડ જવાનોમાં ખુશીનો માહોલ છવાયો છે.
View this post on Instagram
રાજ્ય સરકારના આ નિર્ણયને જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાએ આવકાર્યો હતો. તેમજ સરકારના આ નિર્ણયને આવકરી જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા સહિતના અધિકારીઓ તથા હોમગાર્ડઝ જવાનો ઉપસ્થિત રહ્યા હતાં.


