ગ્રીન ફાઉન્ડેશન/ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા જામનગર ના જળાશયો નું સંવર્ધન અને સફાઈ અભિયાન ચાલી રહ્યા છે, આ અંતર્ગત ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર અને જામનગર મહાનગરપાલિકા (સોલીડ વેસ્ટ વિભાગ) ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજરોજ લાખોટા તળાવ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું અને લખોટા તળાવ ની અંદર રહેલ વેફર-બિસ્કીટ ના વેપર વગેરે નો કચરો અને પ્લાસ્ટિક નો કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. જેમાં NCC કેડેટ પણ જોડાયા હતા.
લાખોટા તળાવ સફાઈ અભિયાન અંતર્ગત યોજવામાં આવેલ સ્વચ્છતા કાર્યક્રમમાં ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર ના મેનેજીંગ ટ્રસ્ટી કાજલ પંડ્યા (એડવોકેટ) તથા હિતેશ પંડ્યા સહિતના લોકો જોડાયા હતા.