આજરોજ જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં આવેલ સોરઠીયા ગુર્જર સુતાર જ્ઞાતિના વિશ્વકર્મા મંદિરમાં વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે કાલાવડ શહેર તથા ગ્રામ્ય પંથકના લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.