ભારતે ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રોમાંચક જીત નોંધાવતા શહેરભરમાં આનંદની લહેર ફરી વળી હતી. મેચ પૂર્ણ થતાં જ યુવાઓ અને ક્રિકેટપ્રેમીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ‘ભારત માતા કી જય’ તેમજ ‘વંદે માતરમ’ના નારા સાથે ઉજવણી કરી હતી. એકતરફ મહાશિવરાત્રી અને બીજીતરફ પાકિસ્તાન સામે વિજયથી આતશબાજી જોવા મળી હતી.
શહેરના હવાઈચોક સહિતના વિસ્તારમાં યુવાનો દ્વારા ફટાકડાં ફોડીને અને ઢોલ-નગારા વગાડી આનંદ વ્યક્ત કર્યો હતો. મેચ દરમિયાન શહેરના કેટલાક સ્થળોએ મોટી સ્ક્રીન પર પ્રસારણ ગોઠવવામાં આવ્યું હતું, જ્યાં ભારતની જીત નિશ્ચિત થતાં જ તાળીઓના ગડગડાટ સાથે જયઘોષ થયો હતો. જામનગરમાં ક્રિકેટપ્રેમીઓએ સોશિયલ મીડિયા પર પણ મોટી સંખ્યામાં શુભેચ્છા સંદેશા વહેંચ્યા હતા અને ભારતીય ટીમના ખેલાડીઓની પ્રશંસા કરી હતી.
View this post on Instagram


