Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામનગર બાર એસોસિએશનની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોની ઉજવણી

જામનગર બાર એસોસિએશનની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોની ઉજવણી

ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ જાડેજા, સહમંત્રી તરીકે પરેશ ગણાત્રા, લાઈબ્રેરી સેક્રેટરી તરીકે જયદેવસિંહ જાડેજા વિજેતા : મહિલા અનામત, સીનીયર કારોબારી તથા જુનીયર કારોબારી સભ્યોની પણ ચૂંટણી યોજાઈ હતી : પ્રમુખ તરીકે ભરતભાઈ સુવા બિનહરીફ જાહેર થયા હતાં

- Advertisement -

જામનગર વકીલ મંડળના ઉપપ્રમુખ, સહમંત્રી, લાયબ્રેરી સેક્રેટરી સહિતના હોદ્ેદારો માટે ગઈકાલે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં 75.67 ટકા મતદાન નોંધાયું હતું. અને રાત્રિના ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા.

- Advertisement -

જામનગરના બાર એસોસિએશનના આગામ વર્ષના નવા હોદ્ેદારોની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી. જામનગર વકીલ મંડળની આ ચૂંટણીમાં મતદાન પૂર્વે જ પ્રમુખ તરીકે ભરતભાઈ સુવા, સેક્રેટરી તરીકે મનોજભાઈ ઝવેરી તથા ખજાનચી તરીકે રૂચિર રાવલ બિનહરીફ જાહેર થયા હતાં. તે સિવાયના હોદેદારો અને કારોબારી સભ્યો માટે ગઈકાલે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં જામનગર વકીલ મંડળના કુલ 1114 મતદરોમાંથી 843 મતદારોએ મતદાન કર્યુ હતું. આમ 75.67 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. રાત્રિના મત ગણતરી પુર્ણ થયા બાદ ચૂંટણીના પરિણામો જાહેર થયા હતાં. જેમાં ઉપપ્રમુખમાં જયેન્દ્રસિંહ ઝાલા 355 મત, ભરતસિંહ જાડેજાને 741 મત મળતા ભરતસિંહ જાડેજાનો વિજય થયો હતો. જ્યારે સહમંત્રીમાં દિપકકુમાર ગચ્છરને 358 મતોની સામે પરેશભાઈ ગણાત્રાને 424 મત મળતા તેમનો વિજય થયો હતો. લાઈબ્રેરી સેક્રેટરી માટે વિમલ કોટેચાને 285 મત મળ્યા હતાં જ્યારે જયદેવસિંહ જાડેજાને 490 મત મળતા તેમને વિજેતા જાહેર કરાયા હતાં.

આ વખતે જામનગર બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રથમ વખત મહિલા હોદ્દા માટે અનામતપદ રાખવામાં આવ્યું હતું. જેમાં ચંદ્રિકાબેન ધંધુકિયા ને 168 મત, જાગૃત્તિબેન જોગડિયાને 210 મત, જ્યારે રાધાબેન રાવલિયાને 424 મત મળતા તેઓ વિજેતા થયા હતાં.

- Advertisement -

સિનિયર કારોબારી સભ્યોમાં બ્રિજેશ ત્રિવેદી 538 મત, દિપક ભલારા 532 મત, મૃગેન ઠાકર 560 મત, રઘુવીરસિંહ કંચવા 466 મત સાથે ચારેય વિજેતા થયા હતાં. જ્યારે રવિ સોલંકી 281 મત સાથે પરાજય થયો હતો. જુનિયર કારોબારી સભ્યોમાં ભાવેશ સોનગરા 447 મત, હર્ષ પારેખ 508 મત, ખોડિયાભાઈ વાઘેલા 456 મત સાથે વિજેતા થયા હતાં. કલ્પેન રાજાણીને 389 મત સાથે પરાજય થયો હતો. આ ચૂંટણીમાં ચુંટણી કમિશનર તરીકે કે. ડી. ચૌહાણ તથા સહચૂંટણી કમિશનર તરીકે મિહિરભાઈ નંદા તથા ભરતભાઈ ગોસાઇ એ ફરજ બજાવી હતી.

રાત્રિના સમયે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી વિજેતા ઉમેદવારોના નામોની જાહેરાત થતા લાલ બંગલા સર્કલ ખાતે વકીલ મંડળ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી અને નવા ચૂંટાયેલા ઉમેદવારોને ફુલહાર કરી શુભેચ્છાઓ પાઠવી પરસ્પર મો મીઠા કરાવ્યા હતાં અને નવનિયુકત હોદ્ેદારોની વરણીને આવકારી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular