Monday, December 23, 2024
Homeરાજ્યદ્વારકાધીશ નિજ મંદિરમાં છઠ્ઠી ઉત્સવની ઉજવણી

દ્વારકાધીશ નિજ મંદિરમાં છઠ્ઠી ઉત્સવની ઉજવણી

બાળ ગોપાલને પારણામાં ઝુલાવી રમકડાંથી લાડ લડાવ્યા

- Advertisement -

ગોકુળ આઠમ ની ધામધૂમ થી ઉજવણી બાદ આજે દ્વારકાધીશ નિજ મંદિરમાં ભગવાન દ્વારકાધીશજીનો છઠ્ઠી ઉત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -

શ્રી કૃષ્ણ જન્મોત્સવ – 2021 ઉજવાયો. જન્માષ્ટમી પછી ના 6 દિવસ ભગવાન દ્વારકાધીશજીને માતા દેવકી પાસે બાળ સ્વારૂપ માં લાડ લડાવવા માં આવે છે. આજે 6 દિવસ દરમ્યાન માતા દેવકી ને નવપ્રસૃતા જેમ બાજરા ના રોટલા રાબ ગોળ સાથે સુવા અજમાં ના લાડુ ધરવા માં આવે છે, બાળ ગોપાલ ને પારણા માં ઝુલાવી વિવિધ રમકડાં થી લાડ લડાવવા માં આવે છે.

જન્મ નાં છઠ્ઠે દિવસે સાંજે ભગવાન નો છઠ્ઠી ઉત્સવ ઉજવવામાં આવે છે એવી માન્યતા છે. કે.એમ છઠ્ઠી ના દિવસે એટલે કે બાળક ના જન્મ ના છઠ્ઠા દિવસે વિધાતા દેવી બાળક નું ભવિષ્ય વિધિ વિધાન લખવા આવે છે. આ દેવી નું ષષ્ઠિ માતા તરીકે સાંજ ના સંધ્યા સમયે પૂજન કરવામાં આવે છે.

- Advertisement -

આ પૂજન માં છઠ્ઠી દેવી નું પરંપરાગત ભાતીગળ ચિત્ર મુકવા માં આવે છે, સાથે સાથે માતા અને બાળક ને જન્મસમયે જે હથિયાર  થી ગર્ભનાળ છેદન કરવા માં આવેલ હોય તે પરંપરિક હથિયાર એવી કટાર નું પંચામૃત થી અભિષેક કરી ધૂપ દીપ નૈવેદ્ય ધરી પૂજન કરવામાં આવે છે. આમ તો ભગવાન સ્વયં સર્વ ના ભાગ્ય વિધાતા છે. પણ એક લીલા સહજ ભાવ થી ભગવાન ના ભાગ્ય આજ વિધાતા ષષ્ઠિ દેવી લખશે એવા ભાવ થી આ ઉત્સવ ઉજવાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular