ઢિંચડા ગામે આઇ માઁના વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બપોરે મહાપ્રસાદ ઉપરાંત ઘોડારેસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર નજીક આવેલ ઢિંચડા ગામે મકર સંક્રાંતિના દિવસે આઇમાઁનો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવે છે. જે અંતર્ગત ગઇકાલે પણ આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરુપે મહાપ્રસાદ અને ત્યારબાદ ઘોડારેસ પણ યોજાઇ હતી. જેમાં પ્રથમ નંબરે ઝાફરભાઇ કોટાઇ, બીજા નંબરે મમનભાઇ પતાણી તથા નાના ઘોડાની રેસમાં દિપક રાણા તથા રફિકમીયાનો નંબર આવ્યો હતો. શબ્બિરભાઇ અખાણી સહિતના હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓ દ્વારા કોમિ એકતા સાથે આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.