Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં 51 કિલોની કેક સાથે પયગમ્બર સાહેબના જન્મદિવસની ઉજવણી

જામનગરમાં 51 કિલોની કેક સાથે પયગમ્બર સાહેબના જન્મદિવસની ઉજવણી

કેક કટિંગ કર્યા બાદ તેનું પ્રસાદી સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું

- Advertisement -

જામનગરમાં આજે ઈદ-એ-મિલાદુન્નબીની ઉજવણીના ભાગરૂપે શહેરના સુમરા ચાલી વિસ્તારમાં મુસ્લિમ સમાજના યુવમ બિરાદરો દ્વારા 51 કિલોની મહાકાય મોટી કેક બનાવી હઝરત મોહમદ પયગમ્બર સાહેબના જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં આજે ઈદ-એ- મિલાદુન્નબીની મુસ્લિમ સમાજ દ્વારા આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે.

- Advertisement -

ત્યારે જામનગર શહેરના સુમરા ચાલી વિસ્તારમાં મુસ્લિમ યુવાન બિરાદરો અને આગેવાનોએ સાથે મળીને આજે સવારે ફજરની નમાઝ બાદ 51 કિલોની મહાકાય કેક કટિંગ સાથે પયગંબર સાહેબના જન્મ દિવસની ઉજવણી કરી હતી. જેમાં મુસ્લિમ સમાજના અગ્રણી અને વોર્ડ નં.12ના યુવા અને શિક્ષિત કોંગ્રેસના નગરસેવિકા જૈનબબેન ખફી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

તમામ મુસ્લિમ બિરાદરોએ કેક કટિંગગ કરી એક્બીજાને મીઠું મો કરાવી ઈદ-એ-મિલાદન્નબીની ઉજવણી કરી. જયારે કેક કટિંગ કયાં બાદ આસપાસના વિસ્તારમાં હિંદુ-મુસ્લિમ તમામ લોકોને કેકનું પ્રસાદી સ્વરૂપે વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular