રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ-જામનગર શાખા દ્વારા ચૈત્ર સુદ એકમના વર્ષ પ્રતિપદા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.
જેના ભાગરુપે ગઇકાલે જામનગરમાં હાડકેશ પ્રભાત શાખા, બ્લડ બેંક સામે, નવાગામઘેડ, જામનગર ખાતે વર્ષ પ્રતિપદા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પ.પૂ. ડો. હેડગેવારનો જન્મદિવસ પણ હોય, આરએસએસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં આદ્યસર સંઘચાલક પ્રણામ સાથે ઉત્સવની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. શારીરિક પ્રત્યક્ષિક, ગીત અને બૌધ્ધિક પ્રાર્થના સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. આરએસએસના નગર કાર્યવાહક ધીરજલાલ સાવલીયા સહિતના અગ્રણીઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.