Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરમાહેશ્વરી સમાજ દ્વારા મહેશ નવમીની ઉજવણી

માહેશ્વરી સમાજ દ્વારા મહેશ નવમીની ઉજવણી

2551મી મહેશ નવમીની ઉજવણી અંતર્ગત રમતગમત સ્પર્ધા, ઇનામ વિતરણ, નૃત્ય, સામુહિક રાત્રી ભોજન, પાંજરાપોળ ગૌ-શાળામાં શુધ્ધ દેશી જૈવિક ખાતર વિતરણ, દ્વારકાધિશ મંદિરે ધ્વજારોહણ સહિતના કાર્યક્રમ યોજાયા : જન્મ દિવસે સર્વેશ સારડાના તલવાર કરતબથી લોકો આશ્ચર્યચકિત થયા

- Advertisement -

8 જુનના રોજ જેઠ સુદ નોમ 5155મી મહેશ નવમી નિમિતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાવામાં આવ્યું હતું. નાગોરી માહેશ્વરી બંધુઓને એક સુત્ર સાથે જોડી રાખવાના હેતુ સાથે વિવિધ કાર્યક્રમ યોજાયા હતાં. જેમાં પ જૂનના વિવિધ રમતગમત સ્પર્ધા, 8 જુનના ઇનામ વિતરણ, નૃત્ય, સામુહિક રાત્રી ભોજન, પાંજરાપોળ ગૌ-શાળામાં શુધ્ધ દેશી જૈવિક ખાતર વિતરણ દ્વારકાધિશ મંદિરે ધ્વજારોહણ, ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જેઠ સુદ નોમ, મહેશ નવમીના દિવસે સ્વ. પુ. શાંતિલાલ વિઠ્ઠલદાસ નાગોરી પરિવાર વતી ગ. સ્વ. દુર્લભબેન હસમુખલાલ સારડા તથા સમીર એચ. સારડા દ્વારા જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્વ. પુ. શાંતિકાકાની યાદમાં તેમના પરિવાર તરફથી જુદી જુદી સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા. આ સુંદર આયોજન કરવા માટે તેમના પરિવારને જ્ઞાતિની વહીવટી કમિટી દ્વારા સન્માન પત્ર આપી શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

સમીરભાઇ સારડાના આમંત્રણથી માહેશ્ર્વરી સમાજના અગ્રણીઓ તેમજ જ્ઞાતિજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. તેઓએ આગામી વર્ષથી મહેશ નોમ સાથે ઉજવવાનું જણાવ્યું હતું.

- Advertisement -

સ્વર્ગસ્થ શાંતિકાકાને યાદ કરીને જ્ઞાતિનો મેળાવડો કરીને તારીખ 5 ના રોજ નેશનલ હાઇસ્કુલ ખાતે વિવિધ હરિફાઈ યોજવામાં આવી હતી.આ હરીફાઈના વિજેતાઓને ઈનામ આપવાનો કાર્યક્રમ તારીખ 8 અને મહેશ નવમીના રોજ વિશ્વકર્મા બાગ, ગાંધીનગર મેઈન રોડ, બ્રુક બોન્ડ નજીક એસી હોલમાં રાખવામાં આવ્યો હતો. આ તકે શાંતિલાલ વિઠ્ઠલદાસ નાગોરી એટલે કે શંતિકાકાના પરિવાર તરફથી ગંગા સ્વરૂપ દુર્લભગૌરી હસમુખલાલ અને સમીર હસમુખલાલ સારડા તરફથી કાર્યક્રમ બાદ નાત જમણનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂના ગામ વિસ્તારમાં રહેતા વડીલ કે જેમને અહી પહોંચવા માં અગવડતા હોય તેમની સગવડ કરી આપવામાં આવી હતી.

તદુપરાંત ડિવાયએસપી સમીર સારડાના પુત્ર સર્વેશ સારડાનો જન્મદિવસ હોય કાર્યક્રમ બાદ કેક કાપવામાં આવી હતી. તેમજ રાસગરબાનો આયોજન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ વિશ્ર્વકર્મા બાગ ખાતે આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં ટ્રસ્ટીઓ દયારજી મોહનભાઇ ભારદિયા(દિલિપ મામા)નો ખુબ જ સહયોગ મળ્યો હતો. આ કાર્યક્રમમાં જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી બિપિનભાઇ ઝવેરી અને ભરતભાઇ ઝવેરી અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular