Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવાલસુરા ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન-અપ ડેની ઉજવણી

વાલસુરા ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન-અપ ડેની ઉજવણી

- Advertisement -

વાલસુરા ખાતે 18 સપ્ટેમ્બર ના રોજ આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન-અપ ડેના ભાગરૂપે વાલસુરા પરિવારના દરેક વર્ગને જોડતી સંખ્યાબંધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિવારો અને બાળકો સહિત 800 થી વધુ કર્મચારીઓએ દરિયાકાંઠાની સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત 4 કિ.મી દરિયાકિનારો સાફ કરવામાં આવ્યો અને પ્લાસ્ટિક અને બિન-બાયોડિગ્રેડેબલ કચરાથી ભરેલી 500 થી વધુ બેગ એકત્રિત કરવામાં આવી હતી. આ ઉપરાંત યુવા દિમાગને શિક્ષિત કરવાના ઉદ્દેશ સાથે “દરિયાકાંઠાની સ્વચ્છતાનું મહત્વ” વિષય પર પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular