Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારટાટા કેમિકલ્સ દ્વારા ગુજરાત વ્હેલ શાર્ક દિવસની ઉજવણી

ટાટા કેમિકલ્સ દ્વારા ગુજરાત વ્હેલ શાર્ક દિવસની ઉજવણી

વાઇલ્ડ લાઇફ ટ્રસ્‍ટ ઓફ ઇન્ડિયા અને ગુજરાત વન વિભાગ સાથે જોડાણ કર્યું

- Advertisement -

વાઇલ્ડલાઇફ ટ્રસ્‍ટ ઓફ ઇન્ડિયા (ડબલ્યુટીઆઈ) અને ગુજરાતના વન વિભાગ સાથે જોડાણમાં ટાટા કેમિકલ્સે ગુજરાત વ્હેલ શાર્ક દિવસ – 2021ની ઉજવણી કરી હતી. જેનો આશય આ લુપ્તપ્રાય પ્રજાતિઓ વિશે જાગૃતિ લાવવાનો અને પ્રજનનની આ સિઝન દરમિયાન ગુજરાતના દરિયાકિનારે શાર્કના પુનરાગમનની ઉજવણી કરવાનો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ શ્યામલ ટિકાદાર, આઇએફએસ (પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (વાઇલ્ડલાઇફ) અને ગુજરાત વન વિભાગના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન) હતા. અન્ય જાણીતા મહાનુભાવોમાં રાજદીપસિંહ ગોહિલ(જિલ્લા કલેક્ટર, ગિર-સોમનાથ), ડો. સુનિલ કુમાર બરવાલ, આઇએફએસ (ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ-જૂનાગઢ ફોરેસ્ટ ડિવિઝન) અને ડી ટી વસાવડા, આઇએફએસ (ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ, ટેરિટોરિયલ વાઇલ્ડલાઇફ સર્કલ, જૂનાગઢ) હતા. આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે સામેલ થયેલા વિશેષ મહેમાનોમાં પ્રસિદ્ધ કથાકાર અને આધ્યાત્મિક આગેવાન મોરારિ બાપુ, ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા, ટીવી સેલિબ્રિટી મયુર વાકાણી તથા વાઇલ્ડ લાઇફ ટ્રસ્‍ટ ઓફ ઇન્ડિયાના સ્થાપક અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વિવેક મેનન ઉપસ્થિત રહ્યાં હતાં. વર્ષોથી ટાટા કેમિકલ્સ પૃથ્વી પર સૌથી મોટી માછલી – ધ વ્હેલ શાર્કને બચાવવા સંરક્ષણ, જોખમ અનેજાગૃતિની પહેલો માટે અથાક કામ કરે છે. આ પ્રોજેક્ટ “સેવ ધ વ્હેલ શાર્ક’ દ્વારા ટાટા કેમિકલ્સે અત્યાર સુધી 813 શાર્કને સફળતાપૂર્વક બચાવી છે.

- Advertisement -

ટાટા કેમિકલ્સના એચઆર અને સીએસઆર ચીફ આર નંદાએ કહ્યું હતું કે, “ટાટા કેમિકલ્સને વ્હેલ શાર્કને બચાવવાના પ્રયાસમાં સામેલ થવાનો ગર્વ છે, જે શાંતિપૂર્ણ અને ચમત્કારિક મહાકાય પ્રાણી છે. દર વર્ષે આ દિવસને ગુજરાતના દરિયાકિનારા પર વ્હેલ શાર્કના પુનરાગમન અને રાજ્યની સમૃદ્ધ જૈવવિવિધતાના સંરક્ષણના મહત્વને યાદ કરવા મહત્વપૂર્ણ દિવસની યાદ અપાવે છે. આ પ્રોજેક્ટ અમારો સૌથી મનપસંદ પ્રોજેક્ટ પૈકીનો એક છે અને સંરક્ષણની મહત્વપૂર્ણ પહેલ છે. જેના સારાં પરિણામો વર્ષો દરમિયાન મળે છે. અમે અમારા પ્રયાસોમાં અમારા પાર્ટનર્સ અને સમુદાયના સભ્યોના સતત સાથસહકારના આભારી છીએ.”

- Advertisement -

ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં અનિયંત્રિત શિકારને કારણે વ્હેલ શાર્કના અસ્તિત્વ પર જોખમ હતું. વર્ષ 2004માં ટાટા કેમિકલ્સ લિમિટેડે અતિ પ્રશંસનીય “સેવ ધ વ્હેલ શાર્ક’ અભિયાન શરૂ કરવા ડબલ્યુટીઆઈ અને ગુજરાતના વન વિભાગ સાથે જોડાણ કર્યું હતું. એના પરિણામે વ્હેલ શાર્ક પ્રત્યે લોકોના અભિગમમાં મોટો ફરક આવ્યો છે, ગુજરાતમાં વ્હેલ શાર્કના શિકારીઓ એના સંરક્ષક બની ગયા છે. અત્યારે વ્હેલ શાર્ક વ્હાલી એટલે કે “અતિ પ્રિય” તરીકે જાણીતી છે અને વ્હેલ શાર્ક દિવસ દર વર્ષે સ્થાનિક વિસ્તારોમાં ઉજવવામાં આવે છે.

સૌરાષ્ટ્રમાં આ કાર્યક્રમની સફળતાને આધારે આ જ પ્રકારના સંરક્ષણ કાર્યક્રમો કેરળ, આંધ્રપ્રદેશ અને લક્ષદ્દીપ સહિત ભારતમાં દરિયાકિનારો ધરાવતા અન્ય રાજ્યોમાં શરૂ થયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular