હડિયાણા ગામે દશ વર્ષથી ગણપતિબાપા વિસર્જનની ઉજવણી કરવામાં આવે છ. મેઈનબજાર ચોકમાં ભાદરવા સુદ ચોથના સૌપ્રથમ 2012ના વર્ષથી શુભ શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ સતત છેલ્લા દશ વર્ષથી ગણપતિ બાપાની પધરાણી કરવા માંગ આવે છે અને દશ દિવસ સુધી દરરોજ સવારે-સાંજે બાપાની પૂજા-અર્ચના કરવામાં આવે છે અને ગણપતિ દાદાને ચલણી રૂા. 20ની એક હજારના બંડલનો હાર શણગાર કરવામાં આવ્યો છે. દરરોજ રાત્રે અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. જેમાં સત્યનારાયણની કથા મહાઆરતી અને સર્વેભક્તજનોને કથાની પ્રસાદી આપવામાં આવી હતી અને મોટી સંખ્યામાં કાર્યકરો અને ભક્તજનોએ ગણપતિબાપાની સેવા-પૂજા કરીને ધન્યતા અનુભવે છે અને ગઈકાલે 56 ભોગનો અન્નકૂટ દર્શન કર્યા હતા અને ભાદરવા સુદ 14ના છેલ્લા દિવસે ગણપતિબાપાની વિદાય પ્રસંગે ધામધુમથી વાજતે-ગાજતે બાલાચડી દરિયામાં વિસર્જન કરવા માટે પણ મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉમટી પડે છે અને બાપાને વિદાય આપીને ધન્યતા અનુભવાઇ હતી.