દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નંબર 3 માં શ્રીરામ મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં પૂર્વ મેયર દિનેશભાઈ પટેલ, અતિથિ વિશેષ સરદાર સિંહ જાડેજા (ગીતા એન્જિનિયરિંગ ) તથા શ્રીરામ મંદિર પુજારી તથા શ્રીરામ મંદિરના ટ્રસ્ટી પ્રવીણભાઈ અમૃતિયા, વોર્ડ નંબર 3 ના કોર્પોરેટરો સુભાષભાઈ જોશી, પરાગભાઈ પટેલ, અલકાબા જાડેજા તથા પન્નાબેન તેમજ વોર્ડ પ્રમુખ નરેનભાઈ ગઢવી, વોર્ડ મહામંત્રી નગીનભાઈ તથા ભૌતિક ભાઈ, યુવા મોરચા વોર્ડ ના પ્રમુખ તથા મહામંત્રી તથા વિધાનસભા સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ તથા દ્વારકા વિધાનસભા યુવા મોરચાના પ્રભારી, મહિલા મોરચાની ટીમ તથા પાર્ટીના સિનિયર આગેવાનો અને કાર્યકર્તા દ્વારા કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો અને મહેમાનોનું કોર્પોરેટર દ્વારા શાલ ઓઢાડી ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું