જામનગર ગુરૂદ્વારા ગુરૂસિંઘ સભામાં બૈશાખી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.
જેનાભાગરૂપે ગત તા. 12 એપ્રિલના રોજ સવારે 10 વાગ્યે અખંડ પાઠસાહેબનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે આજરોજ પૂર્ણાહુતિ થઇ હતી. ત્યારબાદ શબ્દ કિર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ગુરૂગ્ંરથ સાહેબને માથુ ટેકવી ધનિયતા અનુભવી હતી. ઉલ્લેખનિય છે કે, બૈશાખીના દિવસથી પંજાબના ખેડૂતો પોતાના ખેતરોમાં ગેહુની ફસલ કાપવામાં આવે છે અને આ વર્ષ સારૂં જાય તે માટે ખેડૂતો પ્રાર્થના કરે છે. શબ્દ કિર્તન અને કથા બાદ ગુરૂ કા લંગર પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.