Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં બાબાસાહેબ આંબેડકર જયંતિની ઉજવણી

જામનગરમાં બાબાસાહેબ આંબેડકર જયંતિની ઉજવણી

- Advertisement -

દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની આજરોજ જન્મ જયંતિ નિમિત્તે જામનગરમાં ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -

દેશના સંવિધાન નિર્માતા અને ભારતરત્ન એવા ડો. ભીમરાવ આંબેડકરસાહેબના આજે જન્મદિન નિમિત્તે જામનગરમાં પુષ્પાંજલિ અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી. બાબાસાહેબના 131મી જન્મજયંતિ નિમિત્તે ધારાસભ્ય અને પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), કમિશનર વિજયકુમાર ખરાડી, શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઇ ભાટુ, કોર્પોરેટર મુકેશભાઇ માતંગ, પૂર્વધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, સામતભાઇ પરમાર, પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતના અગ્રણીઓએ ફૂલહાર કર્યા હતાં. આ તકે વોર્ડ નં. 6ના હોદ્ેદારો તેમજ શહેર સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ તમા અગ્રણીઓ દ્વારા કેક કાપી જન્મ જયંતિ ઉજવી હતી.

- Advertisement -

આ ઉપરાંત જામનગર શહેર-જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ડો. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે લાલબંગલા સર્કલ પાસે આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા હતાં. આ તકે મેયર બીનાબેન કોઠારી, પૂર્વમંત્રી ધારાસભ્ય આર.સી. ફળદુ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, ડે. મેયર તપનભાઇ પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનિષભાઇ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડયા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, કોર્પોરેટરો ગોપાલભાઇ સોરઠીયા, કેશુભાઇ માડમ, કિશનભાઇ માડમ, ક્રિષ્નાબેન સોઢા, હર્ષાબા જાડેજા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અશોકભાઇ નંદા, જિલ્લા ભાજપના ડો. વિનુભાઇ ભંડેરી, નિષાબેન પરમાર સહિતના ભાજપના હોદ્ેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular