Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજય વચ્છરાજ મિત્ર મંડળ દ્વારા અષાઢી બિજની ઉજવણી

જય વચ્છરાજ મિત્ર મંડળ દ્વારા અષાઢી બિજની ઉજવણી

આજે સાંજે મહાપ્રસાદ તથા મહાઆરતીનું આયોજન : આવતીકાલે રાત્રે લોક ડાયરો યોજાશે

- Advertisement -

જય વચ્છરાજ મિત્ર મંડળ દ્વારા આજરોજ અષાઢી બિજ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરુપે આજે મહાઆરતી, મહાપ્રસાદ તથા આવતીકાલે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

જય વચ્છરાજ મિત્ર મંડળ, નાગનાથગેઇટ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બિજ ઉત્સવ તા. 1 જુલાઇના વચ્છરાજદાદાના ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજરોજ સવારે દાદાનો વરઘોડો યોજાયો હતો. આ ઉપરાંત આજરોજ સાંજે 6:30 વાગ્યે મહાપ્રસાદ તથા સાંજે 7 વાગ્યે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.તેમજ આવતીકાલે રાત્રે 8 વાગ્યે નાગેશ્ર્વર રોડ, રંગમતિ-નાગમતિ નદીના કાંઠે લોકમેળાના મેદાનમાં જામનગર ખાતે લોક ડાયરો યોજાશે. જેમાં સુપ્રસિધ્ધ લોક ગાયક પરેશદાન ગઢવી તથા સુપ્રસિધ્ધ લોક ગાયિકા પૂજાબા ચોૈહાણ વચ્છરાજદાદાના વધામણા કરશે. આ કાર્યક્રમોમાં મુખ્ય અતિથિ તરીકે સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય આર.સી. ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), ડે.મેયર તપનભાઇ પરમાર, સ્ટે. ચેરમેન મનિષભાઇ કટારીયા, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, દંડક કેતનભાઇ ગોસરાણી, જામનગરના નેકનામદાર રાજવી જામસાહેબના પ્રતિનિધિ એકતાબા સોઢા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ ધાર્મિક કાર્યક્રમોનું શહેરની ધર્મપ્રેમી જનતાને લાભ લેવા જય વચ્છરાજ મિત્ર મંડળના પ્રમુખ રાકેશ સોલંકી, ઉપપ્રમુખ દયાળજી ધારવીયા તથા મંત્રી કાનજી પરમાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular