Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં સાતમા વિશ્વ યોગ દિવસની ઉજવણી

જામનગરમાં સાતમા વિશ્વ યોગ દિવસની ઉજવણી

રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા સહિતના અગ્રણીઓએ નાગરિકો સાથે યોગ દિવસ નિમિત્તે યોગા કર્યા

- Advertisement -

સમગ્ર વિશ્વમાં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2015માં ભારતમાં સૌપ્રથમ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારતની પહેલથી સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી શરુ થઇ અને 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ભારતમાં હજારો વર્ષ પહેલાં યોગની શરુઆત સંતો અને ઋષિમુનિઓએ કરી હતી. પરંતુ આજે યોગ માત્ર સાધુઓ કે, સંતો સુધી જ સિમિત નથી રહ્યો. આજે યોગ એ લોકોની દૈનિક જીવનશૈલીનો એક ભાગ બની ગયો છે. ભારતએ વિશ્વને આપેલી મહાન યોગ દિવસની આજે જામનગર સહિત સમગ્ર દેશમાં ઉજવણી થઇ રહી છે. ખાસ કરીને કોરોનાકાળમાં યોગ આશાનું કિરણ બન્યું છે. આજે ભારત સહિત વિશ્વભરમાં સાતમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવ્યો હતો. આ વર્ષે યોગદિવસની થીમ યોગ ફોર વેલનેસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના અનેક લોકોએ આજે વિશ્ર્વયોગ દિવસની ઉજવણી કરી હતી. વિશ્વ જ્યારે કોરોના મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે લોકો માટે આત્મબળ પુરું પાડવા અને સ્વાસ્થ્ય માટે યોગ અસરકારક સાબિત થયું છે. યોગ કરવાના અનેક ફાયદા છે. યોગ દ્વારા તણાવથી બચવાની સાથે સકારાત્મક ઉર્જાનો સંચાર પણ થાય છે. જ્યારથી કોરોનાની શરુઆત થઇ અને ભારતમાં કોરોનાએ કહેર મચાવ્યો ત્યારે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ યોગનો ઉપયોગ વધવા લાગ્યો.

- Advertisement -


જામનગરમાં આજરોજ વિવિધ સ્થળોએ સામાજિક સંસ્થાઓ, અગ્રણીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ટીબીના દર્દીઓ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ હતી. આ તકે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ઉપસ્થિત રહ્યાં હતાં અને તેમણે પણ ટીબીના દર્દીઓ સાથે યોગ કરી વિશ્વ યોગ દિવસ ઉજવ્યો હતો. આ તકે એમ.પી. શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંદિનીબેન દેસાઇ સહિતના ડોકટરો તેમજ દર્દીઓ પણ ઉપસ્થિત રહી વિવિધ યોગ કર્યા હતાં.

જામનગર શહેરના વોર્ડ નં. 3માં વિશ્વકર્માની વાડીમાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાંસદ પૂનમબેન માડમ વોર્ડ નં. 3 ખાતે ઉપસ્થિત રહી આ વિસ્તારના નાગરિકોની સાથે વિવિધ યોગ કર્યા હતાં અને આ સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.

શહેરના વોર્ડ નં. 9 ખાતે શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યાં હતાં અને તેમણે આ વિસ્તારના રહેવાસીઓ તેમજ વોર્ડ નં. 9ના ભાજપના અગ્રણીઓ, હોદ્દેદારો સાથે યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી. દેવરાજ દેપાળ સ્કૂલ ખાતે આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોર્પોરેટર ગોપાલભાઇ સોરઠીયા પણ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતાં. જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે પણ આજરોજ ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા જામનગર જિલ્લા યોગ બોર્ડના કોચ પ્રિતીબેન શુકલના માર્ગદર્શન હેઠળ યોગા કરી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular