Saturday, December 6, 2025
Homeરાજ્યગુજરાતરાજકોટ રેલવે ડિવિઝનમાં 73માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

રાજકોટ રેલવે ડિવિઝનમાં 73માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 73માં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટના રેલવે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ડિવિઝનલ રેલવે મેનેજર અનિલકુમાર જૈને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને ધ્વજને સલામી આપી હતી. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા અદભૂત પરેડ યોજવામાં આવી હતી અને ડિવિઝનલ રેલવે મેનેજરને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પછી જૈને તમામ રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનોને પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવી હતી અને પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલનો સંદેશ વાંચ્યો હતો અને વર્ષ દરમિયાન રાજકોટ ડિવિઝનની સિદ્ધિઓ વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગાવામાં આવેલા દેશભક્તિના ગીતોએ દરેકના હૃદય રાષ્ટ્રીય એકતાની ભાવનાથી ભરી દીધા હતા. ‘RPF ડોગ સ્કવોડ’ ની પ્રસ્તુતિએ પણ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તાજેતરમાં ડિસેમ્બર, 2021 માં રાજકોટ ડિવિજન ના ‘કાનાલુસ-રાજકોટ’ સેક્શન માં કરાયેલા જનરલ મેનેજરના વાર્ષિક નિરીક્ષણ માં ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિવિધ વિભાગોના અધિકારીઓનું ડીઆરએમ જૈન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર (ADRM) ગોવિંદપ્રસાદ સૈની, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અભિનવ જેફ, ડિવિઝનલ સેફ્ટી કમિશનર પવનકુમાર શ્રીવાસ્તવ, ડિવિઝનલ પર્સનલ ઑફિસર મનીષ મહેતા અને અન્ય વરિષ્ઠ રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ મર્યાદિત સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular