Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપંજાબમાં આમ આદમી પાર્ટીનો વિજય થતાં જામનગરમાં ઉજવણી

પંજાબમાં આમ આદમી પાર્ટીનો વિજય થતાં જામનગરમાં ઉજવણી

- Advertisement -

આમ આદમી પાર્ટીએ દિલ્લી બાદ પંજાબ પણ સર કર્યું છે. પંજાબમાં આમ આદમી પાર્ટીએ બહુમતી મેળવતા જામનગરમાં આમઆદમી પાર્ટી દ્વારા વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ડિકેવી સર્કલ ખાતેથી ફટાકડા ફોડી પંજાબમાં આમ આદમી પાર્ટીના વિજયની ઉજવણી સાથે આ વિજય યાત્રાનો પ્રારંભ થયો હતો.

- Advertisement -

જેમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરશનભાઇ કરમુર, આશિષભાઇ કંટારીયા સહિતના હોદેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. ડીકેવી સર્કલ ખાતેથી શરૂ થયેલી આ વિજય યાત્રા અંબર ચોકડી, તીનબતી, દિપક ટોકીસ, ચાંદીબજાર, સેન્ટ્રલ બેંક, પવનચકકી, ખોડિયાર કોલોની સહિતના રાજમાર્ગો પર ફરી લાલબંગલા સર્કલ ખાતે પૂર્વ થઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular