પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની 77 મી જન્મજયંતિ નિમિત્તે જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્મરણાંજલિ રૂપે ઉજવણી કરવામાં આવી હતી. સ્વ. રાજીવ યુવાનો, વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રોત્સાહન તેમજ પંચાયતીરાજ સંસ્થાઓનાં સુદ્ધીકરણ માટેની સ્વ.રાજીવની કલ્પનાઓ અદ્વિતિય હતી.
ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ટેલીકોમ્યુનિકેશન સહિત ટેકનોલોજી આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટેનાં તેમના આધુનિક અને પ્રગતિશીલ નિણેયોથી દેશના લાખો યુવાનોની જીંદગીની કાયાપલટ થઈ છે. સ્વ. રાજીવ ગાંધી 77મી જન્મજયંતિ પ્રસંગે જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જીવણભાઈ કુંભરવાડીયા તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિશાન સેલ મોરચાના વાઈસ ચેરમેન કર્ણદેવસિહ જાડેજા, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી બિપેન્દ્રસિંહ જાડેજા, જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજા, જામનગર જીલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ નયનાબા જાડેજા, જામનગર જીલ્લા ઓબીસી ડીપાર્ટમેન્ટનાં પ્રમુખ કલ્પેશભાઈ હડીયલ, લાલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દેવશીભાઇ બરડીયાવદરા, જામનગર જીલ્લા કોંગ્રેસ કિસાન સેલનાં ચેરમેન હિરેનભાઈ ખાંટ, જામનગર કોંગ્રેસ સમિતિના મહામંત્રી પ્રદીપસિંહ વાળા, અંકિતભાઈ ઘાડીયા, પ્રવિણભાઇ પટેલ, જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના અનુ.જાતિનાં પૂર્વચેરમેન રમેશભાઈ પારઘી, પ્રવિણસિંહ જાડેજા, પ્રવિણભાઇ જેઠવા, જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના દરેક હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.