લાખોટા નેચર ક્લબ તથા વન વિભાગ દ્વારા આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે પંચેશ્વર ટાવર, ખંભાળિયા ગેઇટ, લખોટા તળાવ, ટાઉનહોલ, તીનબત્તી, જી.જી.હોસ્પિટલ, જોગસ પાર્ક, પટેલકોલોની સહિતના શહેરના જુદા જુદા રાજમાર્ગો પર ફરી પોલીટેકનીક કોલેજ ખાતે પૂર્ણ થઇ હતી. જ્યાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં 100થી વધુ લોકો જોડાયા હતા.