સૃષ્ટિના સર્જનહાર વાસ્તુકલા અને સર્જનના દેવતા ભગવાન વિશ્વકર્મા જયંતિના પર્વ પર આજે છોટીકાશીમાં ઉજવણી કરવામાં આવી. હિન્દુ ધર્મ શાસ્ત્રો મુજબ ભગવાન વિશ્વકર્મા દેવતાઓના શિલ્પકાર હતાં. જ્યારે સૃષ્ટિનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે તમેને બ્રહ્માંડના શિલ્પનું કાર્ય આપવામાં આવ્યું. જેથી ભગવાન વિશ્વકર્માને બ્રહ્માંડના પ્રથમ એન્જિનિયરના રૂપમાં પૂજવામાં આવે છે. ત્યારે આજે છોટીકાશીમાં આવેલા વિશ્વકર્મા દાદાના મંદિરે સવારથી જ લોકો દર્શનાર્થે ઉમટયા હતાં. ભગવાનનું પૂજન અને યજ્ઞવિધિ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.