હિન્દુ ધર્મમાં પતિના લાંબા આયુષ્ય માટે પત્નિઓ દ્વારા વટસાવિત્રીનું વ્રત કરવામાં આવે છે. જેઠ મહિનાની પૂનમના દિવસે કરવામાં આવતાં આ વ્રતમાં મહિલાઓ દ્વારા ભગવાન શિવ-પાર્વતીની પૂજા-અર્ચના કરીને તેમની સામે વડના ઝાડની પૂજા પણ કરે છે.
જામનગર શહેરમાં આજે મહિલાઓ દ્વારા વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. મંદિર ખાતે પૂજા-અર્ચના કરી હતી. તેમજ વડના ઝાડની પણ પૂજા કરી હતી. વ્હેલી સવારથી મહિલાઓ શણગાર સજી મંદિરે જઇ પૂજાવિધિ કરી હતી.