પતિના ર્દિધાયુષ્ય માટે પત્નિ દ્વારા કડવા ચોથના વ્રતની ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં મહિલાઓ દ્વારા આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જામનગર શહેરમાં પણ વસતા મુળ રાજસ્થાનના અને લાંબા સમયથી જામનગરમાં સ્થાયી થયેલા મહિલાઓ દ્વારા ગઇકાલે પૂજાવિધિ સાથે કડવા ચોથની ઉજવણી કરી હતી. હિન્દુ ધર્મમાં કડવા ચોથનું વ્રત વિશેષ મહત્વ ધરાવે છે. ત્યારે ગઇકાલે મહિલાઓએ આખો દિવસ વ્રત કરી સાંજના સમયે ચંદ્રનું પૂજન કરી વ્રતની પૂર્ણાહુતિ કરી હતી. સૌભાગ્યવતિ મહિલાઓ દ્વારા પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરવામાં આવ્યું હતું.