Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં યુગલની અંગતપણોના સીસીટીવી વીડિયો વાયરલ

જામનગર શહેરમાં યુગલની અંગતપણોના સીસીટીવી વીડિયો વાયરલ

20 દિવસ પૂર્વેના સીસીટીવી વાયરલ થતાં વેપારીઓમાં રોષ : આ યુગલ સામે કાર્યવાહી થશે ?

- Advertisement -

જામનગર શહેરના ચાંદીબજારમાં આવેલા બુગદામા રવિવારે બંધ દુકાનોનો લાભ લઇ એક યુગલ તેની અંગતપણો માણતાં હતાં પરંતુ આ યુગલના ધ્યાન બહાર રહેલા સીસીટીવી ફૂટેજોમાં તમામ તસ્વીરો કેદ થઈ ગઇ હતી. ત્યારબાદ આ અંગતપણોના સીસીટીવી ફૂટેજો વાયરલ થતાં ચકચાર જાગી હતી અને આ ફૂટેજો વાયરલ થવાથી વેપારીઓમાં રોષ ફેલાઈ ગયો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં આમ તો દુષ્કર્મ અને જાહેરમાં પ્રેમલીલાની અનેક ઘટનાઓ બની ગઈ છે. હાલમાં જ તળાવની પાળે જાહેરમાં આધેડ શખ્સ બાળકી સાથે અડપલા કરતો હોવાનો સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતાં તેમજ બે દિવસ પૂર્વે જ એક શખ્સ દ્વારા તરૂણીની છેડછાડ કર્યાની ઘટના પણ તાજી છે ત્યારે રવિવારે ચાંદીબજાર બુગદામા આવેલી દુકાનો બંધ હોય ત્યારનો લાભ લઇ એક યુગલ અંગતપણો માણતા હતાં. આ અંગતપણો યુગલના ધ્યાન બહાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને આ સીસીટીવી ફૂટેજો સોશિયલ મીડિયામાં વાયરલ થવાથી ભારે ચકચાર જાગી હતી. જો કે, વાયરલ થયેલો વીડિયો 20 દિવસ પૂર્વેનો હોવાનું જાણવા મળે છે. પરંતુ આ રીતે જાહેરમાં કોઈ કોમર્શિયલ કોમ્પલેક્ષમાં અંગતપણો માણવી કેટલી વ્યાજબી છે ?

- Advertisement -

જામનગર સહિત સમગ્ર દેશમાં આવી ઘટનાઓ અવાર-નવાર બનતી હોય છે અને અંગતપણોના સીસીટીવી વાયરલ થતા રહે છે પરંતુ જાહેરમાં થતા આવા કામો કરતા લોકો સામે કાર્યવાહી કરવી જરૂરી બની ગઈ છે. તો જ આવા બનાવો અટકશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular