રાજકોટ મહાનગર પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરનાં મવડી રોડ પર ડ્રેનેજનું ઢાંકણુ ખુલ્લું રાખી દેવામાં આવતા ત્યાંથી પસાર થતી એક કાર હવામાં ફંગોળાઈ હતી. પરંતુ સદનસીબે કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી.
#rajkot #news #updates #video #CCTV #રાજકોટસમાચાર #khabargujarat
રાજકોટ મનપાની ઘોર બેદરકારી !
શહેરના મવડી રોડ પર ડ્રેનેજનું ઢાંકણુ ખુલ્લું રાખી દેવામાં આવતા ત્યાંથી પસાર થતી એક કાર હવામાં ફંગોળાઈ
સદનસીબે દુર્ઘટના ટળી pic.twitter.com/LAUGg6Zh6z
— Khabar Gujarat (@khabargujarat) December 3, 2021
સીસીટીવીમાં જોઈ શકાય છે કે રાજકોટમાં મવડી રોડ પર આવેલા પુલ પાસેના રસ્તા પર ગટરનું ઢાંકણું ખુલ્લુ રાખી દેવામાં આવતા ત્યાંથી પસાર થતી એક કાર ઢાંકણું ખુલ્લુ હોવાને કારણે ફંગોળાઇ જાય છે. અને ત્યાંથી પસાર થતો અન્ય એક બાઈક ચાલક માંડ બચે છે. જો કે કારની સ્પીડ ઘણી ઓછી હોવાથી અને આસપાસ અન્ય કોઈ મોટું વાહન નહીં હોવાથી સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.