Thursday, January 29, 2026
Homeવિડિઓપાંચ વર્ષની માસુમ બાળકીના ધોળે દિવસે થયેલા અપહરણના CCTV

પાંચ વર્ષની માસુમ બાળકીના ધોળે દિવસે થયેલા અપહરણના CCTV

ખેતમજૂર પરિવારની પાંચ વર્ષની બાળકીનું અપહરણ : મઘ્યપ્રદેશનો શખ્સ અન્ય શખ્સની મદદથી અપહરણ કરી ગયો : બાળકીને લલચાવી ફોસલાવી લઇ ગયા : પોલીસ દ્વારા સીસીટીવી ફુટેજના આધારે બન્ને અપહરણકર્તાઓની શોધખોળ

ધ્રોલ ગામની સીમના વાડી વિસ્તારમાં મજૂરીકામ કરતા પરિવારની પાંચ વર્ષની બાળકીનું બે અજાણ્યા શખ્સો બાઇક પર અપહરણ કરી લઇ ગયાના બનાવમાં પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાળા તાલુકાના કોયાપુટી ગામના વતની અને હાલ ધ્રોલ નજીકના સીમ વિસ્તારમાં આવેલા સંજયભાઇ પરમારના ખેતરમાં માંગુભાઇ સુંદરિયા પચાયા (ઉ.વ.45) નામના યુવાનની પુત્રી તારિકા ઉર્ફે નાની પચાયા (ઉ.વ.5) નામની બાળકીનું ગઇકાલે બપોરના પોણા બે વાગ્યાના અરસામાં તેના ખેતર નજીકથી કાજુ હટુ બુદેડિયા અને એક અજાણ્યો સહિતના બે શખ્સો બાઇક પર બાળકીને લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ ગયા હતા. ત્યારબાદ બાળકીનો કોઇ પત્તો ન લાગતા આખરે શ્રમિક પરિવાર દ્વારા પોલીસમાં જાણ કરાતા પીઆઇ એચ. વી. રાઠોડ તથા સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચી જઇ સીસીટીવી ફુટેજ નિહાળી બાઇક પર નાશી ગયેલા બે અપહરણકર્તા અને બાળકીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular